J&K માં 2 જુદા જુદા એનકાઉંટરમાં 6 આતંકવાદી ઠાર, માર્યા ગયેલા આંતકવાદીઓમાં 2 પાકિસ્તાની

ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (11:58 IST)
શ્રીનગર. જમ્મુ-કાશ્મીર  (Jammu & Kashmir) માં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાબળોએ જમ્મુ-કાશ્મીરના કુલગામ (Kulgam)અને અનંતનાગ (Anantnag) જીલ્લામાં 2 જુદા જુદા એનકાઉંટરમાં 6 આતંકવાદીઓને ઠાર કર્યા. ઠાર થયેલા આતંકીઓમાંથી 4ની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાથી બે પાકિસ્તાની આતંકવાદીઓ છે. મુઠભેડમાં એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયો છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

 
કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યુ કે આ આતંકી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. તેમણે આ સુરક્ષા અભિયાનને મોટી સફળતા બતાવી. અધિકારીઓએ કહ્યુ કે દક્ષિણ કાશ્મીરના બે જીલ્લામાં ગઈકાલે સાંજે આતંક રોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. 
 
કાશ્મીરના આઈજીએ ટ્વીટમાં કહ્યુ, 'બે જુદા જુદા એનકાઉંટરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 6 આતંકવાદી માર્યા ગયા. આ મુઠભેડમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં બે સ્થાનિક આતંકવાદી જ્યારે કે બે પાકિસ્તાની આતંકવાદી છે. બે અન્ય આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. અમારે માટે આ મોટી સફળતા છે. 
 
પોલીસે જણાવ્યુ કે અનંતનાગના નૌગામ વિસ્તારમાં સુરક્ષા અભિયાન દરમિયાન એક પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયો. પછી તેણે બહાર કાઢવામાં આવ્યો અને નિકટના એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર