Shardiya Navratri 2024 Upay: નવરાત્રિમા દેવીના આગમન પહેલા ઘરમાંથી હટાવી દો આ 8 વસ્તુઓ, નહી તો નહી મળે શુભ ફળ

ધર્મ ડેસ્ક

સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (14:04 IST)
navratri
 
પિતૃ અમાવસ્યા 2 ઓક્ટોબરના રોજ છે અને તેના બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરના રોજ શારદીય નવરાત્રિ શરૂ થઈ જશે. નવરાત્રિનો તહેવારનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જેમા ચૈત્ર અને શારદીય નવરાત્રિનો તહેવારનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે.  નવરાત્રિ દરમિયાન માતાના 9 રૂપોની ભક્તો આરાધના કરે છે. 
 
બીજી બાજુ નવરાત્રિના પહેલા દિવસે હિન્દુ ધર્મ સાથે જોડાયેલ લોકોના ઘરે કળશ સ્થાપના કરવામાં આવે છે. પણ શુભ ફળ પ્રાપ્તિ માટે કળશ સ્થાપના પહેલા કેટલીક વસ્તુઓ ઘરમાંથી બહાર કરવી જરૂરી છે.  તેનાથી નકારાત્મક ઉર્જા પણ ઘરમાંથી બહાર નીકળી જાય છે. એવુ માનવામાં આવે છે કે આવી વસ્તુઓ  ઘરમાં મુકવાથી મા દુર્ગા નારાજ થઈ જાય છે. 
 
શારદીય નવરાત્રિની શરૂઆત 3 ઓક્ટોબરથી થવાની છે. આ દિવસે કળશ સ્થાપના પણ થશે. નવરાત્રિના 9 દિવસમાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવાનુ વિધાન છે.  જો આપ ઈચ્છો છો કે  નવરાત્રિમાં માતા દુર્ગાનુ શુભ આગમન તેમના ઘરમાં થાય તો ઘટસ્થાપના પહેલા ઘરમાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખવી જોઈએ.  તો જ માતા દુર્ગાનુ આગમન થાય છે અને માતા દુર્ગાના ઘરમાં પ્રવેશ કરવાથી સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. 
 
તો આવો જાણીએ નવરાત્રિ પહેલા ઘરમાંથી કંઈ કંઈ વસ્તુઓ કાઢી નાખવી જોઈએ 
 
ખંડિત મૂર્તિઓ - નવરાત્રિ શરૂ થતા પહેલા ઘરમાંથી બધી ખંડિત મૂર્તિયોને કાઢીને બહાર કરી દેવુ જોઈએ. દેવી-દેવતાઓની ખંડિત કે તૂટેલી મૂર્તિઓને ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી અને કહેવાય છે કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને વાસ્તુ દોષ લાગી શકે છે. 
 
તૂટેલી વસ્તુઓ - નવરાત્રિ પહેલા ઘરની સફાઈ કરી રહ્યા છો તો ઘરમાંથી કાંચનો તૂટેલો સામાન   (Broken Things) કાઢી નાખવો જોઈએ. કાંચની તૂટેલી વસ્તુઓ ઘરમાં ન મુકવાની સલાહ આપવામાં આવે છે. 
 
ફાટેલા તૂટેલા જૂતા ચપ્પલ  - ઘરમા આમ તેમ પડેલા જૂતા ચપ્પલને પણ નવરાત્રિ પહેલા ઘરમાંથી બહાર કાઢી નાખવા જોઈએ. ફાટેલા જૂતા-ચપ્પલ ઘરના દરવાજાની આસપાસ મુકવામાં આવે તો કહેવાય છે કે માતા રાનીનુ ઘરમાં આગમન થતુ નથી. 
 
લસણ અને ડુંગળી - નવરાત્રિ દરમિયાન ડુંગળી-લસણ ખાવાથી બચવુ જોઈએ. આ દરમિયાન ઘરમાં લસણ-ડુંગળી પણ ન લાવવા જોઈએ અને  પહેલાથી ઘરમાં ડુંગળી લસણ પડ્યા હોય તો તેને નવરાત્રિ પહેલા જ ખતમ કરવાની કોશિશ કરવી જોઈએ.  
 
બંધ ઘડિયાળ - ઘરના કોઈપણ ખૂણામાં બંધ ઘડિયાળ પડી હોય તો તેને નવરાત્રિ પહેલા ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ કે પછી તેને રિપેયર કરાવીને ચાલુ કરાવો.  બંધ ઘડિયાળથી રાહુનો પ્રભાવ વધે છે જે માતાને પસંદ નથી. બંઘ ઘડિયાળ ઘરમાં હોય તો માતા નારાજ થઈ શકે છે. 
 
તૂટેલી સાવરણી - હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. જો ઘરમાં તૂટેલી સાવરણી હોય તો નવરાત્રિ શરૂ થતા પહેલા ઘરમાંથી બહાર કાઢી નાખો. નહી તો લક્ષ્મીનુ અપમાન જોઈને માતા દુર્ગા રિસાઈ શકે છે.  તૂટેલી સાવરણી ઘરમાં મુકવાથી વાસ્તુ દોષ પણ લાગે છે અને નકારાત્મક ઉર્જા આવે છે. 
 
તુલસીનો સુકાયેલો છોડ - હિન્દુ ધર્મ તુલસીને પણ મા લક્ષ્મીનુ પ્રતિક બતાવ્યુ છે. હિન્દુ શાસ્ત્રો મુજબ ઘરમાં તુલસીનો સુકાયેલો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે.. તેનાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે. નવરાત્રિ પહેલા તુલસીનો સુકાયેલો છોડ હોય તો તેને ઘરમાંથી કાઢી નાખો અથવા તેને કાઢીને કુંડામાં બીજો છોડ રોપો. તો જ ઘરમાં માતા દુર્ગાનુ આગમન થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર