બેંગલુરૂ સ્થિત પીએસીએ કહ્યુ કે કેરલ સતત ત્રીજા વર્ષે સુશાસિત રાજ્યોની યાદીમાં ટોપ કર્યુ છે. કેરલ પછી તમિલનાડુ બીજા નંબર, તેલંગાના ત્રીજા નંબરે, કર્ણાટક ચોથા નંબરે અને ગુજરાત પાંચમાં નંબરે છે. બીજી બાજુ મધ્યપ્રદેશ, ઝારખંડ અને બિહાર સૌથી નીચલા પગથિયે છે.
નાનાં રાજ્યો એટલે કે બે કરોડથી ઓછી વસતી ધરાવતાં રાજ્યોમાં સુશાસનના મામલામાં હિમાચલ પ્રદેશ પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ગોવા, ત્રીજા સ્થાને મિઝોરમ, ચોથા સ્થાને સિક્કિમ અને પાંચમા સ્થાને ત્રિપુરા છે. નાનાં રાજ્યોની યાદીમાં નાગાલેન્ડ, મણિપુર અને મેઘાલય તળિયાનાં સ્થાને છે.