અલવિદા બોલીવુડ - અનુભવ સિંહાએ ટ્વિટર પર આપ્યુ બોલીવુડમાંથી રાજીનામુ, હંસલ મેહતા અને સુધીર મિશ્રાએ પણ આપ્યો સાથ

બુધવાર, 22 જુલાઈ 2020 (11:05 IST)
બોલીવુડમાં હાલ  નેપોટિજ્મ અને જૂથવાદના આરોપ-પ્રત્યારોપનો સામનો કરી રહ્યુ છે.  ચર્ચા, આક્ષેપોના સમય વચ્ચે બે ભાગમાં વહેંચાયેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સિદ્ધાંત, હંસલ મહેતા અને સુધીર મિશ્રાએ રાજીનામું આપ્યું છે. ત્રણેય લોકોએ ટ્વિટર પર બોલિવૂડ છોડવા અંગે લખ્યું છે. અનુભવે પોતાના નામ  પછી Not Bollywood  જોડી લીધુ છે.  અનુભવના આ પગલા પછી, અન્ય બે ફિલ્મ નિર્માતાઓએ પણ તેમને સાથ આપીને ખુદને બોલીવુડથી અલગ કરી દીધા છે.

 
સતત અનેક ટ્વિટ્સ દ્વારા નિર્ણય બતાવ્યો 
 
અનુભવે એક ટ્વિટમાં લખ્યું- બસ, હવે હું બોલીવૂડથી રાજીનામું આપું છું. હવે તેનો જે પણ મતલબ કાઢવામાં આવે.  જોકે, અનુભવના ફેન્સે  ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તેઓ ફિલ્મ્સ બનાવવાનું નથી છોડી રહ્યા . તેઓ ફક્ત બોલીવુડથી દૂર રહેવા માંગે છે. તેમણે બોલિવૂડમાંથી રિઝાઈન કર્યુ છે, તેમના કામથી નહીં. અનુભવે ટ્વિટર યુઝર્સના સવાલોના જવાબ આપતા કહ્યું છે કે તે ફિલ્મ ઉદ્યોગ માટે ફિલ્મ્સ બનાવવાનું ચાલુ રાખશે.
 
સપોર્ટમાં વધુ બે ફિલ્મ નિર્માતાઓ
 
અનુભવને સમર્થન આપતાં સુધીર મિશ્રાએ પહેલા લખ્યું - બોલીવુડ છે શુ ? અમે તો  અહીં સત્યજીત રે, રાજ કપૂર, ગુરુ દત્ત, બિમલ રોય, મૃણાલ સેન દ્વારા બનાવેલા સિનેમાથી પ્રેરાઈને આવ્યા હતા. તેથી અમે હંમેશાં અહીં રહીશું. સુધીર સિવાય હંસલ મહેતાએ પણ લખ્યું છે - છોડી દીધુ આ ક્યારેય પહેલા નંબર પર  હતુ જ નહી. 
 
અનુભવ સિંહા તુમ બિન, મુલ્ક, આર્ટિકલ 15 અને થપ્પડ જેવી ફિલ્મ્સ માટે જાણીતા છે. અનુભવ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોની વાર્તા મહત્વપૂર્ણ મુદ્દાઓની આસપાસ ફરે છે. અનુભવને તેના ચાહકોના કેટલાક સવાલોના જવાબમાં લખ્યું છે કે હવે તે કોઈ બીજા વુડના બંધનમાં નહી બંધાય. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર