Mahashivratri 2018: કાલસર્પ દોષથી મુક્તિ માટે શિવરાત્રિ પર કરો આ ઉપાય

શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (17:46 IST)
આ વખતે મહાશિવરાત્રિ અનેક સ્થાન પર 13 ફેબ્રુઆરી અને અનેક સ્થન પર 14 ફેબ્રુઆરીના રોજ એમ બે દિવસ ઉજવાય રહી છે. ભગવાન શિવના મંદિરોમાં ભક્ત સવારથી લાઈન લગાવીને ઉભા થઈ જાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભોલા શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.  આ દિવસે શિવલિંગ પર ભગવાન શિવને પ્રિય વસ્તુ ચઢાવવામાં આવે છે.  આ ઉપરાંત કુંવારી કન્યાઓ સારો પતિ મેળવવા માટે આ દિવસે વિશેષ પૂજા અર્ચના કરે છે.  એટલુ જ નહી આ દિવસે કાળસર્પયોગથી મુક્તિ માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. અહી અમે તમને બતાવી રહ્યા છે એ ઉપાયો વિશે.. 
 
કાલસર્પ દોષથી મુક્તિ માટે આ દિવસે વિશેષ પૂજાન અર્ચના કરવામાં આવે છે. આ દિવસે કાલસર્પ દોષથી મુક્તિ માટે સવારે શિવ મંદિરમાં જાવ અને ભગવાન શિવને ધતૂરો ચઢાવો. ત્યારબાદ ઓમ નમ: શિવાયનો જાપ કરો.   એવુ પણ કહેવાય છે કે આ દિવસે નાગ-નાગિનના જોડાને શિવલિંગ પર અર્પિત કરવાથી કાલસર્પ દોષથી મુક્તિ મળે છે. 
 
જો કોઈ પ્રકારની શારીરિક પરેશાની છે તો કોઈ યોગ્ય પંડિત પાસેથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાવવો જોઈએ.  તેનાથી શારીરિક પરેશાની સમાપ્ત થઈ જાય છે.  આ ઉપરાંત જો ઘરમાં અશાંતિ રહેતી હોય તો પંચમુખી રૂદ્રાક્ષની માળા લઈને ઓમ નમ: શિવાયનો જાપ કરો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર