17 નવેમ્બર શનિવારે અક્ષય નવમી એટલે કે કૃષ્ણ નવમી ઉજવાશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિને કૃષ્ણ નવમી કહે છે. કેટલાક સ્થાન પર તેને આવલા નવમી કે અક્ષય નવમી પણ કહે છે.. ધર્મ મુજબ આ દિવસે આમળાની ઉત્પત્તિ થઈ હતી તેથી તેને આમલા નવમી પણ કહે છે. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને આમળા ખૂબ પ્રિય હોય છે. પૂજા પાઠ સાથે કેટલાક સહેલા ઉપાય કરી લેવામાં આવે તો અક્ષય લાભ પ્રાપ્ત થાય છે. આ સાથે જ આ દિવસે કરવામાં આવેલ પુણ્ય આગલા જનમ સુધી તમને લાભ પ્રદાન કરે છે. આવો જાણીએ અક્ષય નવમીના સરળ ઉપાય...