Akha teej 2022- કેવી રીતે કરવું અક્ષય તૃતીયાનો વ્રત, જાણો 10 ખાસ વાતો...
મંગળવાર, 26 એપ્રિલ 2022 (13:12 IST)
અક્ષય તૃતીયા akshaya tritiya 2022- અખાત્રીજ (akha teej 2022) અબૂઝ મૂહૂર્ત ગણાયું છે. આ પર્વ વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે ઉજવાય છે. આ દિવસે કરેલ જપ,તપ, જ્ઞાન અમે દામ અક્ષય ફળ આપતું હોય છે તેથી તેને "અક્ષય તૃતીયા" કહે છે.
આ દિવસે સતયુગનો આરંભ હોય છે. તેથી તેને યુગાદિ તૃતીયા પણ કહે છે. જો આ વ્રત સોમવાર કે રોહિણી નક્ષત્રમાં આવે તો મહાફળદાયક ગણાય છે.
જો તૃતીયા મધ્યાહ્નથી પહેલા શરૂ થઈને પ્રદોષકાળ સુધી રહે તો શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે જે પણ શુભ કાર્ય કરાય છે. તેનો શ્રેષ્ઠ ફળ મળે છે. આ વ્રત દાન પ્રધાન છે. આ દિવસે અધિકાધિક દાન આપવાનો મોટું મહાત્મય છે.