જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખ-સુવિધાઓ, વૈભવ અને ઐશ્વર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર બળવાન હોય તો વ્યક્તિ સમૃદ્ધ જીવન જીવે છે. જ્યારે શુક્ર નબળો અથવા અશુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત શુક્રની અસર પ્રેમ સંબંધો પર પણ પડે છે. જ્યાં શુક્રની સારી સ્થિતિ જીવનમાં પ્રેમ લાવે છે, તો બીજી બાજુ શુક્રની અશુભ સ્થિતિ પ્રેમ સંબંધોમાં તણાવ ઉભો કરી શકે છે. તમારી આર્થિક સ્થિતિ નબળી બને. એટલા માટે કુંડળીમાં શુક્રનું બળવાન હોવું જરૂરી છે. લાલ કિતાબમાં શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે, આ કરવાથી શુક્ર શુભ ફળ આપે છે. જેના કારણે તમારા ઘરમાં ધન-સમૃદ્ધિ બની રહે છે. તો ચાલો જાણીએ શુક્ર ગ્રહને બળવાન બનાવવાના ઉપાયો..
શુક્રને મજબૂત કરવા માટે, ભોજન બનાવીને સૌથ પહેલા ખોરાકનો એક ભાગ કાઢીને ગાય, કાગડા અને કૂતરાઓને ખવડાવો. આ સિવાય બે અસલી મોતી લો અને એક મોતી વહેતા પાણીમાં વહેવા દો. બીજા મોતી હંમેશા તમારી પાસે સાચવીને રાખો.
શુક્રની ભેટ - શુક્રને બળવાન બનાવવા માટે સફેદ વસ્તુઓ જેમ કે દૂધ, દહીં, ચોખા અને કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. આ સિવાય અત્તરનું પણ દાન કરવું જોઈએ.