મહિલાઓ માટે 5 Quick બ્યૂટી ટીપ્સ

શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (18:55 IST)
આજે કોઈ ફંક્શન તો નથી, પણ તમારા માટે કોઈ સ્પેશ્યલ દિવસ છે તો તમારે મેકઅપ માટે થોડો વધારે સમય, પાંચ મિનિટ તો કાઢવી જ પડશે. એ માટે સૌ પહેલાં ફાઉન્ડેશન અને કોમ્પેક્ટથી બેઝ મેકઅપ પૂર્ણ કરો. આઈલાઈનર લગાવો, પછી લાઈટ શેડ અથવા બે શેડ્ઝને બ્લેન્ડ કરીને આઈશેડો લગાવો. ઇચ્છો તો કાજલ પણ લગાવી શકો છો. ચીકબોનના હિસ્સાને હાઈલાઈટ કરવા માટે પિંક કે પીચ રંગનો શેડનો બ્લશઓન કરો. હોઠો પર લાઈટ શેડની લિપસ્ટિક કે પછી ખાલી લિપગ્લોઝ પણ લગાવી શકો છો. લો, ખાસ મીટિંગ કે સ્પેશ્યલ દિવસ માટે આપ તૈયાર છો. એ પણ ફક્ત પાંચ મિનિટમાં.
 
Quick Beauty Tips  
* સ્પેશ્યલ દિવસ માટે જો તમે મોડર્ન લૂક મેળવવા ઇચ્છતા હોવ તો બ્રાઉન, કોફી, વાઈન, ઓરેન્જ વગેરે શેડની પસંદગી કરો. આ શેડ્સ મૈટી અને ગ્લોસી બંને ફિનિશિંગમાં સુંદર લાગે છે. 
* હેવી મેકઅપથી બચો, કારણ કે તે આર્ટીફિશિયલ લૂક આપે છે. આંખો કે હોઠો બેમાંથી કોઈ એકના જ મેકઅપને હાઈલાઈટ કરો. જ્યાં સુધી હોય ત્યાં સુધી બને તો નેચરલ મેકઅપ જ કરો, કારણ કે તે ફેશનમાં પણ છે અને સોફ્ટ લૂક પણ આપે છે. 
* જો તમારી આંખોની આસપાસ કાળા કુંડાળા અને પાતળી રેખાઓ હોય તો એને છુપાવવા માટે ત્વચા સાથે મળતા રંગના કંસીલર અને ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. 
* આંખોનો મેકઅપ હમેશાં ક્રીમ બેઝ્ડ જ રાખો. પાઉડર બેઝ્ડ મેકઅપ આંખોની અંદર જઈ શકે છે. જેનાથી આંખોમાં બળતરા અને અન્ય ફરિયાદ પણ થઈ શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર