આપણે બાળપણથી જ એક પ્રશ્ન સાંભળતા આવ્યા છીએ. સવાલ એ છે કે મરઘી પહેલા આવી કે ઈંડું? પરંતુ હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. વૈજ્ઞાનિકોએ આનો જવાબ શોધી કાઢ્યો છે કે દુનિયામાં પ્રથમ મરઘી આવ્યું હતું કે ઈંડું ? પહેલા આ પ્રશ્ન લોકોને મૂંઝવતો હતો. લોકો સમજી ન શક્યા કે જવાબ શું છે? પરંતુ વૈજ્ઞાનિકોએ હવે લોકોની મૂંઝવણ દૂર કરી દીધી છે.
યુનાઇટેડ કિંગડમ (યુકે)ની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ અને વોરવિકના પ્રોફેસરોએ "પહેલાં મરઘી કે ઈંડું આવ્યું?" પ્રશ્નનો જવાબ શોધવા માટે ઘણું સંશોધન કર્યું છે, લાંબા સંશોધન પછી, વૈજ્ઞાનિકોને આખરે સફળતા મળી છે. અને તેઓ આ મોટા પ્રશ્નનો જવાબ મળ્યો. વૈજ્ઞાનિકોએ તેમના જવાબને સાચા સાબિત કરવા માટે ઘણી દલીલો આપી છે.
વૈજ્ઞાનિકોના આ રિસર્ચથી જાણવા મળ્યું છે કે દુનિયામાં મરઘી પહેલા અને ઈંડું પાછળથી આવ્યું. સૌથી મહત્વની વાત એ છે કે મરઘી વિના ઈંડાનું ઉત્પાદન થઈ શકતું નથી. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઈંડાના શેલમાં ઓવોક્લાડિન નામનું પ્રોટીન હોય છે, જેના વિના ઈંડાનું શેલ બની શકતું નથી.
જ્યારે મરઘી આ દુનિયામાં આવી ત્યારે તેના ગર્ભાશયમાં ઓવોક્લાઈડિન બન્યુ, ત્યારબાદ આ પ્રોટીન ઈંડાના શેલમાં પહોંચી ગયું હતું. આ રિસર્ચના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.કોલિન ફ્રીમેન કહે છે કે આ સવાલ ઘણા સમયથી લોકોને સતાવી રહ્યો છે કે આખરે દુનિયામાં મરઘી કે ઈંડું પ્રથમ આવ્યું? પરંતુ વૈજ્ઞાનિકોએ પુરાવા સાથે જવાબ શોધી કાઢ્યો છે.