Vagh Baras ગુજરાતની અંદર દિવાળીનો શુભારંભ વાઘ બારશના દિવસથી થઈ જાય છે. વાઘ બારસને સત્તાવાર રીતે દિવાળી પર્વનો પહેલા દિવસ માનવામાં આવે છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે. આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે,'વસુ' એટલે ગાય,ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.