ગજબનો નુસ્ખો છે... મંદિરમાં જઈને કરો આ કામ પછી જુઓ પરિણામ..
બુધવાર, 6 જુલાઈ 2016 (13:50 IST)
આપણે લોકો જ્યારે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ છીએ તો અંદર એંટર કરતી વખતે ઘંટી જરૂર વગાડીએ છીએ. આપણે આ શ્રદ્ધાના રૂપમાં વગાડીએ છીએ. પણ શુ તમને ખબર છે કે મંદિરની ઘંટી વગાડવા પાછળનુ ધાર્મિક કારણ જ નહી પણ આ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. ચાલો જાણીએ મંદિરમાં ઘંટી વગાડવાના ફાયદા..
1. જ્યારે આપણે મંદિરમાં ઘંટી વગાડીએ છીએ તો તેના અવાજથી આસપાસના વાતાવરણમાં કંપન જન્મે છે. જે ખૂબ દૂર સુધી જાય છે. ઘંટીની આ ધ્વનિથી વાતાવરણમાં આવનારા બધા જીવાણુ, વિષાણુ અને સૂક્ષ્મ જીવનો નાશ થાય છે. જેનાથી આપણા આસપાસનુ વાતાવરણ શુદ્ધ રહે છે.
2. જે જગ્યાએ ઘંટ વગાડવાનો અવાજ રોજ સંભળાય છે ત્યાનું વાતાવરણ હંમેશા શુદ્ધ તો રહે જ સાથે જ પવિત્ર પણ રહે છે. અને તેનાથી વ્યક્તિના મનના નકારાત્મક વિચારો દૂર થાય છે.
3. કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયુ ત્યારથી જે ધ્વનિ ગુંજન થયુ હતુ એ જ અવાજ ઘંટી વગાડતા પણ આવે છે. દેવાલયો અને મંદિરોના ગર્ભગૃહની બહાર લાગેલી ઘંટી કે ઘંટને કાળનુ પ્રતિક પણ માનવામાં આવે છે.
4. મંદિરોમાં ઘંટી અને ઘડિયાળ સંધ્યાવંદન સમયે વગાડવામાં આવે છે. રાતનો સમય 8 પ્રહરનો હોય છે. મંદિરોમાં ઘંટી અને ઘડિયાળ તાલ અને ગતિથી વગાડવામાં આવે છે જે મનને શાંતિ આપે છે.
5. પૂજા અને આરતીના સમયે વગાડવામાં આવતી નાનકડી ઘંટીઓમાં એક વિશેષ તાલ અને ગતિ હોય છે. જેનો પ્રભાવ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે.
6. મંદિરોમાં વાગનારા ઘંટની અવાજ મનને મોહી લે છે જે સાંભળવામાં કાનને પ્રિય લાગે છે. જેનાથી બધા પ્રકારની ચિંતાઓ દૂર થાય છે.
7. મંદિરની ઘંટિયો કૈડમિયમ, ઝિંક, નિકેલ, ક્રોમિયમ અને મેગ્નેશિયમથી બને છે જેનો અવાજ દૂર સુધી જાય છે. આ તમારા મગજના ડાબા અને જમણા ભાગને સંતુલિત કરે છે.
8. જેવી તમે ઘંટી કે ઘંટો વગાડો છો એક મોટો અવાજ થાય છે આ અવાજ 10 સેકંડ સુધી ગૂંજતા મસ્તિષ્કને એકાગ્ર કરવામાં મદદ કરે છે.
9. આ ગૂંજ શરીરના બધા 7 હીલિંગ સેંટરને એક્ટીવેટ કરવા માટે ખૂબ સારી હોય છે.
10. ઘંટીની ધ્વનિ મન, મસ્તિષ્ક અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે. આ ઉર્જાથી બુદ્ધિનો વિસ્તાર થાય છે.