Raksha Bandhan 2023:રક્ષાબંધન પછી શું તમે પણ તમારા કાંડામાંથી રાખડી કાઢીને ફેંકી દો છો ? આ ભૂલ ન કરશો નહિતર
ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (00:02 IST)
raksha bandhan
Raksha Bandhan 2023: રક્ષાબંધન એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે ભાઈઓ અને બહેનો વચ્ચેના અતૂટ બંધનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના હાથ પર રક્ષા સૂત્ર બાંધે છે અને તેમને આશીર્વાદ આપે છે, જ્યારે ભાઈઓ તેમની બહેનોને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તારીખે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તારીખ 30 ઓગસ્ટે આવી રહી છે. પરંતુ આ વખતે પૂર્ણિમા તિથિની સાથે સાથે ભદ્રાની છાયા પણ રહેશે. ભદ્રાની છાયા નીચે રાખડી બાંધવી એ શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 30 અને 31 ઓગસ્ટ બંનેના રોજ આવી રહ્યો છે.
ભાઈઓને રાખડી બાંધવાના ઘણા નિયમો છે. એ જ રીતે, રાખડી બાંધ્યા પછી તેને ઉતારવા માટે અલગ-અલગ નિયમો આપવામાં આવ્યા છે. હકિકતમાં ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે રક્ષાબંધન પૂર્ણ થયા પછી કાંડા પર શોભતી રાખડીનું શું કરવું. ઘણા લોકો રાખડી કાઢીને આમ તેમ મૂકી દે છે. પરંતુ આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. આ દુષ્પ્રભાવનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કાંડા પર શોભતી રાખડીઓનું શું કરવું જોઈએ.
રક્ષાબંધન પછી રાખડીનું શું કરવું?
જ્યોતિષ મુજબ રક્ષાબંધન સમાપ્ત થયા પછી, બીજા દિવસે રાખડી ઉતારી લો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં તમારા અને તમારી બહેન સાથે સંબંધિત અન્ય વસ્તુઓ મુકવામાં આવી હોય. જેમ કે તમારા બંનેના એક સાથેનાફોટો, તમારા રમકડાં અથવા અન્ય કશું. આવતા વર્ષના રક્ષાબંધન સુધી તેને સુરક્ષિત રાખો. પછી આવતા વર્ષે રક્ષાબંધનનો તહેવાર આવે ત્યારે આ રાખડીને પાણીમાં વહેવડાવી દો.
તૂટેલી રાખડીઓનું શું કરવું?
જો રાખડીને કાંડા પરથી કાઢતી વખતે તૂટી જાય તો તેને સાચવી ન રાખવી, કે તેને આમ તેમ ફેંકવી જોઈએ નહીં. તેને એક રૂપિયાના સિક્કા સાથે ઝાડની નીચે મુકવી જોઈએ અથવા પાણીમાં પધરાવી દેવી જોઈએ.
રાખડી બંધવા બાબતના કેટલાક નિયમો પણ બતાવ્યા છે. આવો જાણીએ આ નિયમો વિષે
- બહેનોએ ભાઈઓના કાંડા પર કાળી કે તૂટેલી રાખડી ક્યારેય ન બાંધવી જોઈએ.
- રાખડી બાંધતી વખતે ભાઈઓએ હંમેશા રૂમાલથી માથું ઢાંકવું જોઈએ.
- ભદ્રા કાળમાં ક્યારેય રાખડી ન બાંધવી જોઈએ.
- રાખડી બાંધતી વખતે ભાઈઓએ જમીન પર નહીં પરંતુ જમીન પર બેસવું જોઈએ.
- રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ ઉત્તર-પૂર્વ દિશામાં અને બહેનનું મુખ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.