હુ ભારતના દરેક રાજ્યનો વિકાસ કરવા માંગુ છુ ભલે ત્યા કોઈપણ દળની સરકાર હોય - મોદી
ગુરુવાર, 9 ઑક્ટોબર 2014 (11:05 IST)
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે મધ્યપ્રદેશ ગ્લોબલ ઈંવ્વેસ્ટર્સ સમિટના ઔપચારિક ઉદ્દઘાટન કર્યુ. આજે સમિટના બીજો દિવસ છે. સમિટ પહેલા દિવસે નાના અને મધ્યમ ઉદ્યોગોનુ નમ રહ્યુ સમિટની થોડી માહિતી
પીએમે કહ્યુ
- શિવરાજ સિંહે કહ્યુ કે ઓકે સર હુ તમને છોડવા નહી આવુ પણ હુ તમને ગાડી સુધી છોડવા તો જરૂર આવીશ. તમને એરપોર્ટ પર વસુંધરા રાજે છોડવા જરૂર આવશે.
- હુ ક્ષમા માંગુ છુ કે હુ વચ્ચેથી જઈ રહ્યો છુ તેમના સ્વભાવને પણ જાણુ છુ. પ્રોટોકોલ કહે કે તેઓ મને છોડવા આવે. પણ દેશની ભલાઈ માટે તેઓ મને છોડવા નહી આવે. તમે ચિંતા ન કરશો પીએમ પરત નહી આવે.
- ભારતના કોઈ પણ રાજ્યની ભૂમિને કોઈ દળ સાથે ન જોડો. મારે દેશને આગળ લઈ જવાનો છે. એ કોઈપણ દળનુ રાજ્ય હોય દરેક રાજ્યનો વિકાસ કરવાનો છો હુ સમગ્ર દેશનો વિકાસ કરવા માંગુ છુ.
- જો તમે આગળ વધવા માંગો છો તો કેન્દ્ર રાજ્યોની સાથે ખભાથી ખભા મેળવીને કામ કરવુ જોઈએ પછી ભલે એ રાજ્ય કોઈપણ દળનુ કેમ ન હોય
- દરેક રાજ્ય પોતાનુ એક ગ્લોબલ ટેલેંટ પુલ બનાવે
- આખી દુનિયામાં બેસેલ ભારતીય દેશ માટે કશુ ન કશુ કરવા માંગે છે
- દુનિયાભરમાં ફેલાયેલા ભારતના ટેંલેંટ દેશ માટે કામ આવે. આ દિશામાં આપણે કામ કરવાની જરૂર છે
- મોદીએ સ્કિલ ડેવલોપમેંટ પર જોર આપ્યુ. તેમણે કહ્યુ કે આનાથી લોકોને રોજગાર શોધવા બહાર નહી જવુ પડે. મોદીએ કહ્યુ કે આજે કેટલા રોડ અકસ્માત થાય છે. શુ કાર બનાવનાર કંપનીઓ ડ્રાઈવરો માટે એક સારી સ્કિલ ડેવલોપમેંટ કંપની નથી ખોલી શકતી. જેનાથી લોકોને સારી સ્કિલવાળા ડ્રાઈવરો મળી જશે. હજારો યુવાનો જે નોકરીની શોધમાં છે તેમને એક સારી નોકરી મળી જશે.