શ્રધ્ધા અને અંધવિશ્વાસના વચ્ચે અટવાતી ફૂંક

P.R
બેનર : વન મોર થોટ પ્રોડક્શન
નિર્માતા : આજમ ખાન
નિર્દેશક : રામગોપાલ વર્મા
સંગીત : અમર મોહિલે
કલાકાર : સુદીપ, અમૃતા ખાનવિલકર. અહેસાસ ચન્ના, જ્યોતિ સુભાષ, અશ્વિની કલ્સેકર.

શ્રધ્ધા અને અંધવિશ્વાસ વચ્ચે એક પાતળી રેખા છે, ખબર નહી ક્યારે માત્ર એક ફૂંકથી આપણી શ્રધ્ધા અંધશ્રધ્ધામાં ફેરવાઈ જાય.

અદ્રશ્ય શક્તિઓ પર વિશ્વાસ કરવામાં કેટલાક લોકો શ્રધ્ધા અને કેટલાક લોકો તેને અંધવિશ્વાસ કહે છે. જો ઈશ્વર છે તો શેતાન પણ છે. પણ કેટલાક લોકો ઈશ્વરને માને છે, શેતાનને નહી. કેટલાક એવા પણ છે જે બંને પર વિશ્વાસ કરે છે. તો કેટલાક બંનેમાંથી કોઈને નથી માનતા. આ લોકોની વચ્ચે કદી ન પૂરી થનારો વિવાદ સદીઓથી ચાલતો આવી રહ્યો છે.

વિજ્ઞાન પર ભરોસો કરનારા પણ આસ્થાવાન હોય છે કારણકે વિજ્ઞાનની ડિગ્રી હોવા છતાં કેટલાય માણસો મંદિર કે મસ્જિદ જાય છે. તાવીજ બાંધે છે અને અંગૂઠી પહેરે છે.

જુદો જુદો વિશ્વાસ કરનારા પાત્રોને લઈને રામગોપાલ વર્માએ 'ફૂંક' નુ નિર્માણ કર્યુ છે. 'ફૂંક' એટલી ભયાનક નથી જેટલો તેના વિશે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ વાસ્તવિકતાની નજીક છે અને ઘણા લોકોની સાથે આવી ઘટનાઓ બને છે, જેનો કોઈ જવાબ નથી હોતો.

P.R
રાજીવ એક સિવિલ એંજીનિયર છે. તેના પરિવારમાં તેની પત્ની અને એક બાબો અને એક બેબી છે. રાજીવ નાસ્તિક છે અને કોઈ પણ પ્રકારની અદ્રશ્ય શક્તિઓ પર વિશ્વાસ નથી કરતો. તેની પત્ની ભગવાન પર અતૂટ વિશ્વાસ કરે છે.

ખુશી જીવન વિતાવતા રાજીવની જીંદગીમાં ત્યારે તોફાન આવી જાય છે જ્યારે તેની પુત્રી વિચિત્ર હરકતો કરવી શરૂ કરી દે છે. એવુ લાગે છે કે તેના પર કોઈ ખરાબ આત્માનો પડછાયો છે.

રાજીવ પોતાની પુત્રીની સારવાર ડોક્ટર પાસે કરાવે છે. પરંતુ તેની હાલતમાં કોઈ સુધારો નથી થતો. ઘટનાક્રમ એવો બને છે કે નાસ્તિક રાજીવ કાળો જાદુ કરનારની શરણમાં જાય છે. બીજી બાજુ તેની પત્નીનો ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. ફિલ્મનો અંત નિર્દેશકે એવી રીતે બતાવ્યો છે કે રાજીવ અદ્રશ્ય શક્તિઓ પર વિશ્વાસ કરવા માંડે છે અને તેની પત્ની વિજ્ઞાન પર.

આ પ્રકારની વાર્તાઓનો અંત લાવવો ખૂબ જ મુશ્કેલ છે, કારણકે વિજ્ઞાન અને કાળા જાદુમાંથી કોઈ એકનો પક્ષ લેવાનો હતો. નિર્દેશકે પ્રયત્નો પણ કર્યા, તે કોઈ એક પક્ષ તરફ ન નમે. પરંતુ છેવટે કાળા જાદુ તરફ તેઓ નમી જાય છે. રાજીવની પુત્રીને કાળા જાદુએ સારી કરી કે ડોક્ટરોએ તેનો નિર્ણય રામગોપાલ વર્માએ દર્શકો પર છોડી દીધો છે. પરંતુ અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવાના આરોપથી તેઓ બચી નથી શકતા કારણ કે તાંત્રિક અંધવિશ્વાસને વધારો આપવાના આરોપથી તેઓ બચી નથી શકતા કારણ કે તાંત્રિક બાબાની આ ઘટનાની પાછળ છિપાયેલા રહસ્યોને શોધી નાખે છે. આ વાત ફિલ્મની વિરુધ્ધમાં જાય છે.

P.R
ફિલ્મનો વિષય શ્રેષ્ઠ છે, પરંતુ આ વિષય પર ફિલ્મ બનાવવી અધરી છે. રામગોપાલ વર્માએ એક સાધારણ વાર્તાને અસાધારણ રીતે રજૂ કરી છે. બીવડાવવા માટે રામૂએ સ્પેશ્યલ ઈફેક્ટસ કે મેકઅપની મદદ નથી લીધી. બીક તેમણે દર્શકોની કલ્પના પર છોડી દીધો છે. આમ તો તેમને હોરર ફિલ્મ કહેવુ ખોટુ હશે, કારણ કે એક વિચારને હોરરનો ટચ આપીને રજૂ કરી છે. ફિલ્મનો અંત એકદમ ફિલ્મી છે. એવુ લાગે છે કે જાણે આપણે રામસે બ્રધર્સની ફિલ્મ જોઈ રહ્યા છે. ફિલ્મને થોડી નાની પણ બનાવી શકાતી હતી.

ટેકનીકલ રીતે ફિલ્મ ખૂબ જ સશક્ત છે. સવિતા સિંહનુ કેમરાવર્ક જોરદાર છે. તેમણે લોંગ શોટ અને ક્લોઝ અપનો શ્રેષ્ઠ પ્રયોગ કર્યો છે. કેમરા મૂવમેંટ પણ જોરદાર છે. સાઉંડ ડિઝાઈનર કુણાલ મહેતા અને પરીક્ષિત લાલવાની અને અમર મોહિલેનુ સંગીત ફિલ્મના મૂડ મુજબની છે.

ફિલ્મના મોટાભાગના કલાકારો અપરિચિત છે. પરંતુ આ વાર્તાની માંગ હતી. સુદીપ, અમૃતા ખાનવિલકર, જ્યોતિ સુભાષ, અશ્વિની કલસેકર, કેન્ની દેસાઈ, જાકિર હુસૈને પોતાનુ પાત્ર સારી રીતે ભજવ્યુ છે. રક્ષા બનેલી બાળ કલાકાર અહેસાસ ચાન્નાનો ઉલ્લેખ પણ જરૂરી છે, જેમણે આ મુશ્કેલ પાત્ર આત્મવિશ્વાસ સાથે નિભાવ્યુ છે.

'ફૂંક' એક જુદો વિષય અને ટેકનીકની દક્ષતાને કારણે એક વાર જોઈ શકાય છે. એ લોકો આ ફિલ્મને ઓછી પસંદ કરશે જે કોઈ પણ અદ્રશ્ય શક્તિ પર ભરોસો નથી કરતા.