શોર ઈન ધ સીટી : ફિલ્મ સમીક્ષા

IFM
બેનર : એએલટી ઈંટરટેનમેંટ, બાલાજી મોશન પિક્ચર્સ
નિર્માતા : એકતા કપૂર, શોભા કપૂર
નિર્દેશક : રાજ નિદિમોરુ, કૃષ્ણા ડીકે
સંગીત : સચિન-જિગર
કલાકાર : તુષાર કપૂર, પ્રીતિ દેસાઈ, રાધિકા આપ્ટે, સેંઘિલ રામમૂર્તિ, સંદીપ કિશન.
સેંસર સર્ટિફિકેટ : યૂ/એ *12 રીલ

રેટિંગ 3/5

મુંબઈ શહેર ખૂબ અનોખુ છે. ઘણા ફિલ્મકારોએ આનો ફાયદો ઉઠાવ્યો છે અને ઢગલો ફિલ્મો આ શહેર પર બની છે. પરંતુ હજુ પણ ઘણુ બધુ બતાવવાનુ બાકી છે. 'શોર ઈન ધ સિટી' ફિલ્મની વાર્તાની પુષ્ઠભૂમિમાં મુંબઈ છે અને તુષાર ક્રાંતિ રે એ ખૂબ જ સરસ ફિલ્માવ્યુ છે આ શહેરને. આ શહેરના લોકોને. મુંબઈને તમે આ ફિલ્મ દ્વારા અનુભવ કરી શકો છો.

ફિલ્મના પ્રચારમાં કહેવામાં આવ્યુ છે કે આ શહેરમાં સારા કે ખરાબ બનવા માટે કોઈ બહાનાની જરૂર નથી હોતી. ખાસ કરીને ખરાબ બનવા માટે અને આ લાઈનની સાથે ફિલ્મ પૂરો ન્યાય કરે છે.

એક માસ અપીલિંગ વાર્તાને ક્લાસ અપીલિંગ રૂપથી રજૂ કરવાનુ ચલણ વર્તમાન દિવસોમા બોલીવુડમાં વધતુ જઈ રહ્યુ છે. કમીને, દમ મારો દમ પછી શોર ઈન ધ સિટી આનુ ઉદાહરણ છે. સમાનાંતર ત્રણ વાર્તાઓ ચાલતી રહે છે, જેના તાર ક્યાક ને કયાક એકબીજા સાથે જોડાયેલા છે. તેને શ્રેષ્ઠતમ રૂપથી પડદા પર રજૂ કરવામાં આવ્યુ છે.

IFM
વાર્તામાં કોઈ મોટી વાત નથી, પરંતુ આનુ પ્રસ્તુતિકરણ આ ફિલ્મને જોવાલાયક બનાવે છે. અભય(સેદિલ રામમૂર્તિ) એક એનઆરઆઈ છે, જે ભારત આવીને બિઝનેસ શરૂ કરવા માંગે છે. પરંતુ સ્થાનીક ગુંડાઓ તેને હેરાન કરે છે અને તે મુંબઈ જેવા શહેરમાં ખુદને એકલો અનુભવે છે.

તિલક (તુષાર કપૂર), રમેશ(નિખિલ દ્વિવેદી) અને મડ્રક(પિતોબોશ ત્રિપાઠી) ત્રણ મિત્ર છે પાઈરેટેડ પુસ્તક છાપે છે, પરંતુ લાલચના કારણે અપરાધની દુનિયામાં ઘુસી જાય છે.

સાવન (સંદિપ કિશન) એક યુવા ઉગતો ક્રિકેટર છે, પરંતુ જૂનિયર ટીમમાં પસંદગી માટે તેને પસંદગીકારને દસ લાખ રૂપિયાની લાંચ આપવી પડશે. સાથે જ તેની ગર્લફ્રેંડ સેજલ(ગિરિજા ઓંક)નુ લગ્ન તેના ઘરના લોકો કોઈ બીજા સાથે કરી રહ્યા છે, કારણ કે સાવન કશુ કમાતો નથી.

આ ત્રણેય વાર્તામાં તિલક-રમેશ-મંડૂકવાળો ટ્રેક ખૂબ જ મજબૂત છે. જેમા થ્રિલ છે. મનોરંજન છે અને કેટલાક સારા દ્રશ્યો છે. ખાસ કરીને તે દ્રશ્ય જ્યારે તેઓ જોવા માંગે છે કે બોમ્બ કેવી રીતે ફૂટે છે. બેંક લૂટવાનુ દ્રશ્ય. જો કે તુષાર અને રાધિકાવાળા ટ્રેકમાં કંઈક ઉણપ લાગે છે. કેમ તુષાર પોતાની પત્ની વિશે કશુ જાણતો નથી તે વ્યવસ્થિત સ્પષ્ટ કરવામાં નથી આવ્યુ.

અભયવાળી વાર્તા ઠીક ઠાક છે. જો કે આ સંપૂર્ણ રીતે અંગ્રેજીમાં છે અને અંગ્રેજી ન જાણતા દર્શકોને આને સમજવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેમા અભય દ્વારા કાયદાને હાથમાં લેવાની વાત ગળે ઉતરતી નથી. સાવનવાળી વાર્તા નબળી છે.

વખાણ કરવા પડશે નિર્દેશક રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકેના જેમણે આ સામાન્ય વાર્તાને પડદા પર રસપ્રદ રીતે રજૂ કરી છે, ફિલ્મ જોતી વખતે રોમાંચને અનુભવી શકાય છે. ફિલ્મ પર તેમની પકડ ખૂબ જ મજબૂત છે અને તેમણે સ્ક્રિપ્ટ સાથે પૂર્ણ ન્યાય કર્યો છે. તેમની શોટ ટેકિંગ જોરદાર છે. અશ્મિત કુંદરનુ સંપાદન પણ ઉલ્લેખનીય છે અને તેમણે ત્રણે વાર્તાને સારી રીતે જોડી છે.

IFM
ફિલ્મના કલાકારોની પસંદગી એકદમ પરફેક્ટ છે અને બધાએ સારો અભિનય કર્યો છે. મંડૂકના પાત્રમાં પિતાબોશ ત્રિપાઠી બધા પર ભારે પડ્યા છે. તેમણે ઘણા દ્રશ્યોને મજેદાર બનાવ્યા છે.

તુષાર અને નિખિલ દ્વિવેદી પોતાના પાત્રમાં ડૂબી ગયા છે. સંઘિલ રામમૂર્તિ જાકિર હુસેન, અમિત મિસ્ત્રી, સંદીપ કિશન પોતાનો પ્રભાવ છોડે છે. નાનકડા રોલમાં રાધિકા આપ્ટે, પ્રીતિ દેસાઈ અને ગિરિજા ઓફ ઉપસ્થિતિ નોંધાવે છે.

તકનીકી રૂપે ફિલ્મ ખૂબ જ સશક્ત છે. સચિન-જિગરનો સંગીત ફિલ્મના મૂડના અનુરૂપ છે. શોર ઈન ધ સિટી એ લોકો માટે નથી જે ગીત, રોમાંસ કે ફાલતૂ કોમેડી જોવી પસંદ કરે છે. આ ફિલ્મ એ લોકો માટે છે જે મગજ દોડાવવાની સાથે સાથે સારો અભિનય અને દમદાર નિર્દેશન જોવા માંગે છે.

વેબદુનિયા પર વાંચો