વીર : સલમાનનો શો

IFM
નિર્માતા - વિજય ગલાની
નિર્દેશક - અનિલ શર્મા
ગીત - ગુલઝાર
સંગીત - સાજિદ-વાજિદ
કલાકાર - સલમાન ખાન, જરીન ખાન, સોહેલ ખાન, મિથુન ચક્રવર્તી, જૈકી શ્રોફ, લિસા, પુરૂ રાજકુમાર.

રેટિંગ : 3/5

બોલીવુડમાં બનનારી વર્તમાન ફિલ્મોમાંથી એ હીરો ગાયબ થઈ ગયો જે લાર્જર ધેન લાઈફ રહેતો હતો. જેનુ શરીર ફોલાદનુ અને દિલ સોના જેવુ રહેતુ હતુ. જે પોતાની વાત પર અડગ રહેતો હતો. પોતાનુ દરેક વચન નિભાવતો હતો. કમજોર પર પોતાની તાકતનુ જોર નથી દેખાતુ. તેના કેટલાક સિધ્ધાંત રહેતા હતા. લોકો જેને પૂજતા હતા. તે હીરોને નિર્દેશક અનિલ શર્મા 'વીર'માં પરત લાવ્યા છે.

અનિલ શર્માને લાર્જર દેન લાઈફ ફિલ્મ બનાવવી પસંદ છે. ઘર્મેન્દ્ર (હુકૂમત)અને સની દેઓલ (ગદર)ની સાથે સફળ ફિલ્મ તે આપી ચૂક્યા છે. આ વખતે તેઓ સલમાન ખાનની સાથે છે. આ પ્રકારની ફિલ્મો સુપરસ્ટાર સાથે જ બનાવી શકાય છે. ત્યારે જ વિશ્વસનીયતા ઉભી થાય છે અને દર્શક આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે છે. કે તેનો હીરો ક્યારેય પણ કંઈ પણ કરી શકે છે.

આ ફિલ્મની વાર્તા સલમાન ખાને લખી છે અને તે પણ લગભગ 20 વર્ષ પહેલા. ફિલ્મોમાં આવતા પહેલા 'ધરમવીર'. 'રાજતિલક', 'મર્દ' જેવી મસાલા ફિલ્મો તેમણે જોઈ હશે, જેમા ફિલ્મનો હીરો જ સર્વેસર્વુ હોય છે. કદાચ સલમાન ખાન પર પણ આ પ્રકારની ફિલ્મોની અસર થઈ અને તેને લખેલી ફિલ્મ 'વીર'માં આ ફિલ્મોની ઝલક જોવા મળી.

IFM
વાર્તા પિંડારી નામના સમૂહની છે, જેમની સાથે માઘવગઢના રાજા (જૈકી શ્રોફ)અંગ્રેજોની સાથે મળીને દગો કરે છે. પોતાના પિતાના અપમાનનો બદલો વીર(સલમાન ખાન) લેવા માંગે છે. અંગ્રેજોના છળ-કપટના પેતરા સીખવા તે લંડન ભણવા પણ જાય છે. પરંતુ આ જ દરમિયાન તેને માઘવગઢની રાજ કુમારી યશોધરા (જરીન ખાન) સાથે પ્રેમ થઈ જાય છે. એક તરફ પ્રેમ અને બીજી બાજુ કર્તવ્ય. વીર અને યશોધરા બંને આ ઘર્મસંકટમાં અટવાય જાય છે. કેવી રીતે તેઓ પરિસ્થિતિમાંથી બહાર નીકળે છે એ જ આ ફિલ્મનો સાર છે.

અનિલ શર્માએ આ ફિલ્મનુ નિર્માણ સંપૂર્ણ રીતે સલમાન ખાનના પ્રશંસકોને ધ્યાનમાં મૂકીને કર્યુ છે. સલ્લુના પ્રશંસકોની વચ્ચે જે તેમની ઈમેજ છે તેને ધ્યાનમાં રાખીને જ દ્ર્શ્ય રચવામાં આવ્યા છે.

દરેક દ્રશ્ય એ રીતે લખવામાં આવ્યા અને ફિલ્માવ્યા છે જેથી સલમાન બહાદુર, સારા દિલનો, શક્તિશાળી, નિડર, દેશભક્ત અને સ્વાભિમાની લાગે. સલમાનના મુખેથી 'જહા પકડુંગા પાંચ સેર માંસ નિકાલ લૂંગા' અને 'જબ રજપૂતો કા ખૂબ ઉબલતા હૈ તો ઉસકી આંચ સે ગોરી ચમડી ઝુલસ જાતી હૈ' - જેવા સંવાદ બોલાવવામાં આવ્યા છે, જેથી તેને પસંદ કરનારાઓ તાળીઓ પાડે. ટ્રેનમાંથી ખજાનો લૂંટવાનુ દ્રશ્ય, લંડનની શાળામાં ટીચર અને સલમાન ખાન વાળુ દ્રશ્ય સારુ બની પડ્યુ છે.

IFM
નિર્દેશક અનિલ શર્માએ મનોરંજક તત્વ અને સલમાન પર પોતાનુ બધુ ધ્યાન આપ્યુ છે જેથી દર્શક સ્ક્રિપ્ટની કમી પર ધ્યાન ન આપે કે પછી તેની ઉપેક્ષા કરી દે અને તેમા તેમને મોટાભાગે સફળતા પણ મળી છે. વીર અને યશોધરાના રોમાંસને પણ સારુ ફિલ્માવ્યુ છે. ઈંટરવલ સુધી ફિલ્મ મનોરંજનથી ભરપૂર છે., પરંતુ બીજા ભાગમાં આ નબળી પડી ગઈ છે, કારણ કે તેને જરૂર કરતા વધુ ખેંચવામાં આવી છે.

સ્ક્રિપ્ટમાં ઘણી ખામીઓ પણ છે. લંડનમાં યશોધરાના ભાઈની હત્યા કરી વીરનુ સરળતાથી ભારત અવી જવુ. યશોધરા સાથે ભારતમાં મુલાકાત પછી સંજોગવશ વીરનુ એ જ કોલેજમાં એડમિશન લેવુ, જ્યા યશોધરા ભણે છે અને વીરનુ માઘવગઢમાં જઈને યશોધરા સાથે સંબંધ બનાવવા જેવા પ્રસંગ પોતાની સરળતા મુજબ લખવામાં આવ્યા છે.

સલમાને પોતાનુ પાત્ર સારી રીતે ભજવ્યુ છે અને એક રીતે અને એક પ્રકારે કહી શકાય કે આ સલમાનનો શો છે. આખી ફિલ્મમાં તેનો દબાવ છે. ગુસ્સાને તેને સારી રીતે વ્યક્ત કર્યો છે. જરીન ખાન રાજકુમારીની જેવી જ દેખાય છે, પરંતુ તેન અભિનય સરેરાશ રહ્યો. ચહેરા દ્વારા ભાવોને વ્યક્ત કરવાનુ તેણે શીખવુ પડશે. મિથુન ચક્રવર્તીને લાંબા સમય પછી સારો રોલ મળ્યો અને તેમને પોતાનુ કામ સારી રીતે ભજવ્યુ છે. સોહેલ ખાને હસાવવાની નિષ્ફળ કોશિશ કરી. પુરૂ રાજકુમાર પણ ફિલ્મમાં જોવા મળ્યા.

IFM
સાજિદ-વાજિદે સારી ધુનો બનાવી છે. 'સુરીલ અંખિયા વાલી', 'મેહરબાનિયાઁ' અને 'સલામ આયા' સારા ગીતો બન્યા છે. ગુલઝારે સારા બોલ લખ્યા છે. બૈકગ્રાઉંડ મ્યુઝિક શ્રેષ્ઠ છે. ગોપાલ શાહનુ ફિલ્માંકન ફિલ્મને ભવ્યતા પ્રદાન કરે છે. ટીનૂ વર્માના એક્શન સીન ઠીક છે.

'વીર' જુની ફિલ્મોની મસાલા ફિલ્મો જેવી છે અને જો તમે સલમાનના પ્રશંસક છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

વેબદુનિયા પર વાંચો