લવ આજ કલ : પ્રેમ પ્રત્યેનો દ્રષ્ટિકોણ

IFM
નિર્માતા - સેફ અલી ખાન, દિનેશ વિજાન
નિર્દેશક - ઈમ્તિયાજ અલી
ગીતકાર - ઈરશાદ કામિલ
સંગીતકાર - પ્રીતમ ચક્રવર્ત
કલાકાર - સેફ અલી ખાન, દીપિકા પાદુકોણ, ઋષિ કપૂર, રાહુલ ખન્ના. નીતૂ સિંહ

'સોચા ન થા' અને 'જબ વી મેટ' ફિલ્મો બનાવ્યા પછી ઈમ્તિયાજ અલીની ઓળખ એવા નિર્દેશકના રૂપમાં બની ગઈ, જે પ્રેમ કથા પર આધારિત ફિલ્મ બનાવવામાં નિપુણ છે. આ બંને ફિલ્મોની વાર્તામાં નવીનતા નહોતી,પરંતુ જે વાત તેમને વિશેષ બનાવે છે એ છે ઈમ્તિયાજનુ પ્રસ્તુતિકરણ. આ કારણથી દર્શકો દ્વારા 'લવ આજ કલ' ફિલ્મથી વધુ આશા કરવી સ્વભાવિક છે અને આ આશા 'લવ આજ કલ' પર ભારે પડે છે. ફિલ્મ જોયા પછી એવુ લાગે છે કે જે આશાઓ લઈને આવ્યા હતા એ પૂરી ન થઈ શકી.

છોકરા-છોકરીની વચ્ચે પ્રેમ સદીઓથી ચાલતો આવી રહ્યો છે. પહેલા કબૂતરો દ્વારા સંદેશ મોકલતા હતા. 'આઈ લવ યૂ' કહેવામાં વર્ષો વીતી જતા હતા. હવે ઈ-મેલ અને એસએમએસ દ્વારા વાતચીત થાય છે. વર્તમાન પેઢી સેક્સને જ પ્રેમ સમજી બેસે છે અને તૂ નહી તો ઔર સહી વાક્યો પર વિશ્વાસ કરે છે. પ્રેમીની રાહ જોવામાં એ આખી જીંદગી શુ થોડા કલાક પણ વીતાવી નથી શકતા. આ બંને પેઢીઓનો પ્રેમ પ્રત્યેનો દ્રષ્ટિકોણને 'લવ આજ કલ'માં રેખાંકિત કરી છે.

ફિલ્મમાં બે વાર્તાઓ સાથે ચાલે છે. જય (સેફ અલી ખાન) અને મીરા (દીપિકા પાદુકોણ) 2009ના યુવા છે. તેઓ ખૂબ જ વ્યવ્હારિક છે. સાથે ફરવુ, મોજ-મસ્તી કરવી તેમને ગમે છે અને લગ્ન પર તેઓ વિશ્વાસ નથી કરતા. કામ ખાતર જ્યારે મીરા લંડન છોડીને દિલ્લી જાય છે તો તેઓ પોતાના સંબંધો તરત જ તોડી નાખે છે. તેમનુ માનવુ છે કે બીજા શહેરોનુ અંતર ખૂબ વધુ છે, તેથી બ્રેકઅપ જરૂરી છે. તેઓ બ્રેકઅપને સેલિબ્રેટ પણ કરે છે.

IFM
એક વાર્તા 1965ની છે. વીરસિંહ (સેફ અલી ખાન/ઋષિ કપૂર) હરલીનને ખૂબ જ પ્રેમ કરે છે. બંનેને પ્રેમનો એકરાર કરવામાં સમય લાગે છે. હરલીનની સગાઈ થઈ જાય છે, પરંતુ વીરસિંહ હિમંત નથી હારતો અને તેને ભગાડીને લઈ જાય છે.

આ બંને વાર્તાઓની વર્તમાન સમય સાથે તુલના કરવામાં આવી છે. યુવા વીરસિંહ (સેફ અલી) હવે વૃધ્ધ (ઋષિ કપૂર) થઈ ગયો છે અને એ જયને પ્રેમનો અર્થ સમજાવે છે. જય અને મીરા જુદા પડ્યા પછી એક બીજાની ઉણપ અનુભવે છે ત્યારે તેમને સમજાય છે કે આ જ પ્રેમ છે.

બંને વાર્તાઓમાં કોઈ નવી વાત નથી. 'લવ આજ કલ'માં વીર અને હરલીનના પ્રેમમા તીવ્રતા જોવા નથી મળતી અને તેમની લવસ્ટોરી રસહીન લાગે છે. જ્યારે કે આ વાર્તામાં પ્રેમની ભાવનાઓને બતાવવાનો પૂરતો સમય મળ્યો હતો.

'લવ આજ કલ'ના પાત્રોને વધુ પડતા આધુનિક બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેના કારણે એ બનાવટી લાગે છે. તેમની વાર્તા પણ 'હમ તુમ' જેવી ફિલ્મોમાં આવી ચુકી છે. આ પાત્રો ફિલ્મની શરૂઆતમાં વ્યવ્હારિક માણસોની જેવો વ્યવ્હાર કરે છે, ત્યાં સુધી તો ફિલ્મ પણ સારી લાગે છે. પરંતુ ફિલ્મના અંતમા વધુ પડતા લાગણીશીલ બની જાય છે અને ત્યાં જ ફિલ્મ માર ખાય છે. આ ઉપરાંત પ્રેમને લઈને બંને વધુ કંફ્યૂજ લાગે છે. રાહુલ ખન્ના સાથે લગ્ન કર્યા પછી અચાનક બીજા દિવસે દીપિકાને લાગે છે કે એ સેફને પ્રેમ કરે છે. અચાનક તેનામાં આવેલ બદલાવનુ કોઈ કારણ નથી દેખાતુ કારણ કે રાહુલ સાથે લગ્ન એ પોતાની ઈચ્છાથી કરે છે. સેફ અલી દ્વારા લૂંટેરાઓને દીપિકાનો ફોટો નહી આપવાનુ દ્રશ્ય તો એકદમ ફિલ્મી છે.

લેખનની તુલનામાં ઈમ્તિયાજનુ નિર્દેશન સારુ છે. બંને વાર્તાઓને તેમણે ખૂબીપૂર્વક ગૂંથ્યુ છે અને તેને માટે ફિલ્મના એડિટર આરતી બજાજ પણ પ્રશંસાની હકદાર છે. દર્શકોને એલર્ટ રહેવુ પડે છે કે ફિલ્મમાં ક્યારે કંઈ વાર્તા બતાવવામાં આવી રહી છે. જો કે જૂની વાર્તાને સીપિયામાં બતાવાઈ છે. યુવા વીરના રૂપમાં સેફ અલી અને વૃધ્ધ વીરના પાત્રમાં તેમણે ઋષિ કપૂરને લઈને સારો પ્રયોગ કર્યો છે.

IFM
જયનુ પાત્ર ભજવવામાં સેફની વય વધુ છે પરંતુ તેઓ આ વાતને મહેસૂસ નથી થવા દેતા. સેફે સલામ નમસ્તે, હમ તુમવાળો અભિનયની શૈલી અહી પણ અપનાવી છે. વીરના રૂપમાં સેફ નિરાશ કરે છે. પંજાબી અંદાજમાં હિન્દી બોલતી વખતે તેઓ અસહજ લાગ્યા. દીપિકા પાદુકોણ સુંદર છે, પરંતુ અભિનય બાબતે નબળી લાગી. ઋષિ કપૂર હવે આ પ્રકારના રોલમાં ટાઈપ્ડ થતા જાય છે. રાહુલ ખન્ના, હરલીન બનેલ છોકરીને વધુ તક નથી મળી.

પ્રીતમનુ સંગીત ઉત્તમ છે. 'ચોર બજારી'. 'આહૂ આહૂ', 'દૂરિયા', 'ટ્વિસ્ટ' સાંભળવા લાયક છે. ફિલ્મના ડાયલોગ ઉત્તમ છે. તકનીકી રૂપે પણ ફિલ્મ સશક્ત છે.

ટૂંકમાં 'લવ આજ કલ' એક સાધારણ અને ટાઈમપાસ ફિલ્મ છે.

વેબદુનિયા પર વાંચો