'બમ બમ બોલે' માજિદ મજિદીની 1997માં બનેલી 'ચિલ્ડ્રન ઓફ હેવન'નુ ભારતીય સંસ્કરણ છે. માજિદે સાધારણ વાર્તાને એ રીતે પડદાં પર રજૂ કરી કે આ ફિલ્મ વિશ્વ સિનેમામાં અસાધારણ માનવામાં આવે છે.
જે લ્કોએ 'ચિલ્ડ્રન ઓફ હેવન' જોઈ છે, તેમણે 'બમ બમ બોલે' પસંદ નહી આવે. કારણ કે પ્રિયદર્શન આ ફિલ્મની નજીક પણ નથી પહોંચી શક્યા. હકીકત તો એ છે કે પ્રિયન પોતાના શ્રેષ્ઠ સ્તર સુધી પણ નથી પહોંચી શક્યા. જે ઈમોશંસ અને રિયાલીટી 'ચિલ્ડ્રન ઓફ હેવન'માં જોવા મળે છે, જ્યારે 'બમ બમ બોલે'માંથી ગાયબ છે.
વાર્તા છે પિનુ (દર્શીલ સફારી)અને રિમઝિમ (જિયા) ની જે પોતાના પિતા ખોગીરામ (અતુલ કુલકર્ણી)અને માઁ (રિતુપર્ણા સેનગુપ્તા)ની સાથે આવા વિસ્તારમાં રહે છે, જ્યા આતંકવાદીઓનો દબદબો છે.
ખોગીરામની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને કોઈ પણ રીત તેના ઘરનો ખર્ચ ચલાવે છે. તે પોતાના બાળકોને સારી શાળામાં નાખે છે જેથી તેઓ ડોક્ટર કે એંજીનિયર બની શકે.
રિમઝિમની પાસે સેંડલની એકમાત્ર જોડી છે, જેને પિનૂ ખોઈ નાખે છે. પિનૂ જાણે છે કે તેને ફટકાર પડવાની છે,પરંતુ તેનાથી પણ વધુ તેને અને તેની બહેનને એ વાતની ચિંતા છે કે તેના પિતા એ હાલતમાં નથી કે નવા શૂઝ અપાવી શકે.
રિમઝિમ સવારે શાળામાં જાય છે તેથી પિનૂ તેને પોતાના જૂતા આપી દે છે. તે શાળામાંથી છૂટ્યા પછી એ શૂઝ પહેરીને દોડતો પોતાની શાળાએ પહોંચે છે. તેને મોડા આવવા બદલ ફટકાર પણ પડે છે.
અભાવહેઠળ જીવતા બાળકો ખૂબ જલ્દી પરિપક્વ બની જાય છે અને અપ્રત્યક્ષ રીતે પોતાના માતા-પિતાન દુ:ખ દર્દ ઓછા કરવાના પ્રત્યનો કરે છે. આ વાત આ વાર્તામાં બારીકાઈથી કહેવામાં આવી છે. શાઈનિંગ ઈંડિયાના ઝાકળમાળમાં ખોવાયેલા લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ કરોડો એવા બાળકો છે જેમને માટે એક જોડી જૂતા કે ચપ્પલ એક સપનું માત્ર છે.
આઉટ ઓફ ફોર્મ પ્રિયદર્શને વાર્તાને એ રીતે રજૂ કરી છે કે મોટાભાગની જગ્યાએ બનાવટીણુ ઝલકે છે. બંને બાળકોની પરેશાનીઓને દર્શક અનુભવી નથી શકતા. ફિલ્મને કારણ વગર લંબાવી છે. (ખાસ કરીને આતંકવાદવાળુ દ્ર્શ્ય) જેનાથી બીજો હાફ એકદમ ધીમો થઈ ગયો છે. બે ગીતોને જબરજસ્તીથી ઠૂંસ્યા છે.
ફિલ્મમાં બધા કલાકારોએ શ્રેષ્ઠ કામ કર્યુ છે. અતુલ કુલકર્ણીએ એક સામાન્ય માણસની મુશ્કેલીઓને સારી રીતે રજૂ કરી છે. જ્યારે કે રિતુપર્ણાને વધુ તક નથી મળી. દર્શીલ સફારીએ મુશ્કેલ રોલ સારી રીતે ભજવ્યો છે અને જિયા વસ્તાનીની માસૂમિયત હ્રદયસ્પર્શી છે. ફિલ્મનુ સંગીત નિરાશ કરે છે.
'બમ બમ બોલે' એક સાધારણ ફિલ્મ છે. પરંતુ પ્રિયદર્શનને આ વાત માટે શુભેચ્છા પાઠવવી જોઈએ કે તેમણે બે બાળકોને કેન્દ્ર બનાવીને ફિલ્મ બનાવવાનુ સાહસ કર્યુ છે.