ફિલ્મ સમીક્ષા - મર્ડર 3

P.R
નિર્માતા : મુકેશ ભટ્ટ
નિર્દેશક : વિશેષ ભટ્ટ
કલાકાર : રણદીપ હુંડા, અદિતિ રાવ, સારા લોરેન
સેંસર સર્ટિફિકેટ : યૂએ *2 કલાક 40 સેકંડ
રેટિંગ 2/5

મહેશ અને મુકેશ ભટ્ટની ફિલ્મો હંમેશા વિદેશી ફિલ્મો પરથી પ્રેરિત રહી છે. અહી સુધી કે તેમની ફિલ્મોના ઘણા પોસ્ટર્સ પણ વિદેશી ફિલ્મોના પોસ્ટર્સ સાથે મળતા આવે ક હ્હે. 'મર્ડર 3'ના રૂપમાં તેમણે ધ હિડન ફેંસનુ ઓફિશિયલ રિમેક બનાવી છે. અપરાધ અને સેક્સની આસપાસ તેમની દરેક ફિલ્મ બને છે અને એ જ ફોર્મૂલા તેમણે મર્ડર 3માં પણ અપનાવ્યો છે.

બારમાં દારૂ સર્વ કરનારી નિશા(સારા લોરેન)પોતાના એ કસ્ટમરની આંખોમાં આંસૂ નથી જોઈ શકતી કાયમ એકલા જ હોય છે. વાઈલ્ડ લાઈફ અને ફેશન ફોટોગ્રાફર વિક્રમ (રણદીપ હુંડા)જ્યારે નશામાં ધુત થઈને પડી જાય છે તો તે તેને પોતાની ઘરે લઈ જાય છે.

વિક્રમ એ માટે ઉદાસ છે કે તેની ગર્લફ્રેંડ રોશની (અદિતિ રાવ હૈદરી)તેને છોડીને જતી રહી છે અને તેના કોઈ સમાચાર નથી મળી રહ્યા. નિશાને જોઈને તે અદિતિને ભૂલી જાય છે અને નિશા તેની ગર્લફ્રેંડ બની જાય છે.

P.R
નિશાની સાથે વિક્રમના આલીશાન ઘરમાં વિચિત્ર ઘટનાઓ ઘટે છે. ક્યારેક તેને વોશ બેસિનમાંથી અવાજ સંભળાય છે તો ક્યારેક શાવરમાંથી એકદમ ગરમ પાણી નીકળવા માંડે છે. તેને એવુ લાગે છે કે ઘરમાં કોઈ છે. આ ભટ્ટની ફિલ્મ છે તેથી બે મુલાકાત પછી વાત સીધી બેડ સુધી પહોંચી જાય છે.

બીજી બાજુ રોશનીના ગાયબ થવાની ફરિયાદ વિક્રમ પોલીસ સ્ટેશનમાં કરે છે. બે પોલીસ ઓફિસર્સ કેસની તપાસ ઓછી અને ડાયલોગબાજી વધુ કરે છે. રોશનીના ગાયબ થવામાં એક ટ્વિસ્ટ છે. જેને એકદમ ઝીણવટાઈથી રજૂ નથી કરાયુ. આઈડિયા સારો છે પણ તેનુ અમલીકરણ ઘણા પ્રશ્નો ઉભા કરે છે. જો તેને ડિટેલ્સ સાથે રજૂ કરવામાં આવતુ તો ફિલ્મમાં વજન વધી જતુ.

'મર્ડર 3' ઈંટરવલ પછી જ જોવાલાયક છે. રોશનીનું ગાયબ થવુ અને નિશાનું વિક્રમની જીંદગીમાં આવવુ આ બે ઘટના જ ઈંટરવલ પહેલા થાય છે. બાકીનું કામ કેટલાક ગીત અને મતલબ વગરના દ્રશ્યોથી પૂરા કર્યા છે.

રણદીપ હુંડા, અદિતિ રાવ હૈદરી અને સારા લોરેનના અભિનય અને સ્ટાર વેલ્યૂમાં એટલો દમ નથી કે તે કારણ વગર દર્શકોને બાંધી મુકે. તેથી ઘણા બોરિંગ દ્રશ્યો અને એક્ટિંગ સહન કરવી પડે છે.

રોશનીના ગાયબ થવા પરથી પડદો હટે છે ત્યારે ફિલ્મમાં રોચકતા વધે છે. જોરદાર થ્રિલ પેદા થાય છે અને અહી કેટલાક સારા દ્રશ્યો જોવા મળે છે. પણ ફિલ્મનો અંત સંતોષજનક નથી. મર્ડર 4 ની શક્યતા રાખીને ઓપન એંડ કર્યો છે. પણ અંત એવો હોવો જોઈએ કે દર્શકો સંતુષ્ટ થાય.

P.R
મુકેશ ભટ્ટના પુત્ર વિશેષ ભટ્ટે આ ફિલ્મ દ્વારા નિર્દેશનના ક્ષેત્રમાં પગ મુક્યા છે. રિમેક બનાવીને તેમણે સુરક્ષિત દાવ રમ્યો છે. વિશેષ ફિલ્મ્સના બેનર હેઠળ બનનારી ફિલ્મોની છાપ તેમના નિર્દેશનમાં જોવા મળી છે. પણ તેઓ કલાકારો પાસેથી સારો અભિનય નથી કરાવી શક્યા. તેઓ સ્ક્રિપ્ટની ઉણપોને દૂર કરવામાં પણ નિષ્ફળ રહ્યા. એક પોલીસ ઓફિસરનુ નિશા માટે સોફ્ટ કોર્નર બતાવવામાં આવ્યુ છે, પણ આ ટ્રેક અડધો છે. આ જ રીતે પોલીસની ભૂમિકા પણ સતહી છે.

રણદીપ હુંડાએ જેમ જેમ પોતાનું કામ કર્યુ છે, અદિતિ રાવ હૈદરી કેટલાક દ્રશ્યોમાં સારી તો કેટલાકમાં ખૂબ જ ખરાબ રહી. સારા લોરેન અને એક્ટિંગ વચ્ચે 36નો આંકડો છે. ગીત ફિલ્મની થીમ મુજબ સારા છે, પણ હિટ ગીતની કમી છે.

ટૂંકમાં મર્ડર 3 માં થોડી રોમાંચકારી ક્ષણોને જોવા માટે ઘણા બોરિંગ દ્રશ્યોની કિમંત ચુકાવવી પડે છે.

વેબદુનિયા પર વાંચો