ફિલ્મ સમીક્ષા - તેઝ

IFM
કલાકારો : અનિલ કપૂર, અજય દેવગણ, બોમન ઈરાની, સમિરા રેડ્ડી, ઝાયેદ ખાન, કંગના રાણાવત અને મોહનલાલ
ડાયરેક્ટર : પ્રિયદર્શ

રેટિંગ: 3 સ્ટાર્

બદલો લેવા માટે મથી રહેલા અમુક ભારતીયો બ્રિટિશ ટ્રેનમાં બોમ્બ મૂકી દે છે- શું કાયદાને નિષ્ઠાવાન અન્ય ભારતીયો આ વિસ્ફોટ થતા પહેલા રોકી શકે તેટલા ચપળ નીવડે છે?

ધ્યાન જોશો તો ખબર પડશે કે તેઝમાં તમને એ લંડન દેખાડાયું છે જ્યાં હજી સુધી બોલિવૂડ નથી પહોંચ્યું. શિફોન સાડી અને સુંદર ગાર્ડનને ભૂલી જાઓ- 'તેઝ'માં તમને જોવા મળશે પોલિસ અને લઘુમતી કોમના લોકોની વચ્ચે અટવાટા ગેરકાનૂની રીતે ઘૂસેલા ભારતીયો, ગંદી ગટરો, ઓઈલી ગેરેજ અને બોમ્બ મૂકાયેલા કચરા ડબ્બા. સામાન્ય રીતે લંડન દરેક ભારતીય લંડન ફરવા જવાની ઈચ્છા રાખે છે પણ આ શહેરમાં કાનૂની રીતે રહેવા માંગતા લોકો સાથે શું થાય છે?

એન્જીનિયર આકાશ રાણા (અજય), તેની સાથે કામ કરતી મેઘા (સમિરા રેડ્ડી) અને આદિલ (ઝાયેદ) બ્રિટિશ ઈમિગ્રેશનનો શિકાર બને છે આ કારણે આકાશનું જીવન ગૂંચવાઈ જાય છે. તેની સૌથી ક્રૂર મજાક ત્યારે થાય છે જ્યારે બ્રિટિશ સિટિઝન નિકીતા (કંગના) સાથે તેણે કરેલા લગ્નને ગેરકાનૂની ગણાવાય છે, આકાશને દેશપાર મોકલી દેવામાં આવે છે અને નિકીતાએ ન ચૂકવેલી લોન માટે જેલ ભેગી કરવામાં આવે છે. આટલેથી નથી અટકતું- ચાર વર્ષ પછી, આકાશ બદલો લેવા માટે પાછો લંડન આવે છે. તે 500 મુસાફરોથી ભરાયેલી લંડન-ગ્લાસગો એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ મૂકે છે અને એવી ગોઠવણ કરે છે કે જો ટ્રેન અમુક સ્પિડ કરતા ધીમી પડે તો બોમ્બ ફાટી જાય.

P.R
આ વાત તો જૂની અને જાણીતી લાગે છે ને? 'તેઝ'માં અલગ અલગ ફિલ્મોની સિકવન્સ જોવા મળશે...કિનુ રિવ્સની 'સ્પિડ' અને વિનોદ ખન્નાની 'ધ બર્નિંગ ટ્રેન'ની અમુક ક્ષણો ફરી યાદ આવશે. જો કે, આમાં માત્ર અન્ય એક સ્પિડમાં ભાગના વાહનોની રેસ નહીં જોવા મળે...ફિલ્મનું સરપ્રાઈઝ પેકેઝ છે સમિરા રેડ્ડી. તેણે ઘણા ખતકનાક સ્ટંટ કર્યા છે. કાઉન્ટર-ટેરેરિઝમ ચીફ અર્જૂન ખન્ના (અનિલ કપૂર) પણ પોતાના પાત્રમાં સારો લાગે છે. એક દ્રશ્યમાં જ્યારે તે જખમી આંખો દ્વારા યુવક સામે એક નજર જુએ છે ત્યારે જ ખ્યાલ આવી જાય છે કે તે અભિનયનું પાવર હાઉસ છે.

'તેઝ'માં અનિલ કપૂર, અજય દેવગણ અને અમુક વાર રેલવે ટ્રાફિક કન્ટ્રોલર સંજય રૈના (બોમન ઈરાની)ની વિરુદ્ધમાં જાય છે. એક તંગ ઘડીમાં બોમન ઈરાની ટ્રેક-સ્વિચને મ્યુઝિક કન્ડક્ટર જે રીતે સિમ્પોનીને કન્ટ્રોલ કરે તે રીતે ધ્રૂજતા ધ્રૂજતા હેન્ડલ કરે છે. અમુક સમયે અનિલ અને બોમન એકબીજા પર ઘાંટા ઘાંટી પણ કરે છે. એક સમયે તમને લાગશે કે 'તેઝ'ના આ મુખ્ય કલાકારો વચ્ચે થોડા નાટ્યાત્મક સંવાદો હોવા જોઈતા હતાં...જેના બદલે ફિલ્મ વારંવાર ટ્રેક બદલતી રહે છે.

ટ્રેન દ્વારા એક અપરાધીને લાવી રહેલા પોલિસમેન નાયર તરીકે મોહનલાલનો બહુ જ ખરાબ ઉપયોગ કરાયો છે. હંમેશાની જેમ મુશ્કેલી માથે તોળાઈ રહી હોય તેવી પરિસ્થિતીમાં જોવા મળતી કંગના સારી લાગે છે...જો કે, તેના ભાગે બહુ ઓછું કામ કરવાનું આવ્યું છે. ઝાયેદ ખાન ફ્રેશ લાગે છે પણ તેનો રોલ અશક્ત છે પણ તેણે કરેલા અમુક ચેઝ સીન્સ રોમાંચક છે. મલ્લિકા એક 'દેશી ક્લબ'માં ડાન્સ કરે છે...જો કે, આઈટમ સોન્ગ દરમિયાન બહુ જ ઓછો ડાન્સ કરે છે અને તેનાથી ઓછી સ્માઈલ આપે છે. 'તેઝ' ફિલ્મમાં દેખાડાયેલા લંડનમાં ભારતીયો કંઈક વધારે પડતી સંખ્યામાં જ જોવા મળે છે, તેમાં હાસ્યાસ્પદ રીતે ફ્લૂઅન્ટ હિન્દી બોલતા બ્રિટિશ લોકોની પણ ભરમાર જોવા મળે છે. જોરદાર બેકગ્રાઉન્ડ સંગીત હોવા છતાં પણ અમુક જ સારા ગીતો સાંભળવા મળે છે. માત્ર એક કવ્વાલી 'તેરે સાયે મે'ને અદ્દભુત ગણાવી શકાય.

કુશળ એક્શન સ્ટંટ્સ અને આકર્ષક દ્રશ્યો છતાં પણ સૂર્યના કિરણની જેમ પાણીની અંદર જતી બૂલેટ, પોલિસની કારની ઉપર વાયોલેટ ફૂલો અજીબ લાગશે. અમુક જગ્યાએ 'તેઝ' તેની ગતિથી ધીમી પડતી લાગે છે. ડાયરેક્ટર પ્રિયદર્શનનું કામ પોતાના પાત્રોને ગંભીર અથવા જટિલ પરિસ્થિતિમાં મૂકવાનું અને પછી તેમનો પ્રતિક્રિયા નિહાળવાનું છે. આ વસ્તુ કોમેડી ફિલ્મોમાં સારી ચાલે છે પણ 'તેઝ'માં સતત નિર્દયી રીતે પાત્રોને ધકેલવા પડે છે. વધારે વજન ઉંચકીને વ્યક્તિ ઝડપથી ન દોડી શકે. આ કારણે 'તેઝ' પણ ઘણી વાર ધીમી પડી જાય છે.

વેબદુનિયા પર વાંચો