ફિલ્મ સમીક્ષા : ક્યા સુપર કુલ હૈ હમ

P.R
સ્ટાર : તુષાર કપૂર, રિતેશ દેશમુખ, નેહા શર્મા, સારાહ જેન ડાયઝ, અનુપમ ખેર, ચંકી પાંડે
ડાયરેક્શન: સચિન યારડી

રેટિંગ: 3 સ્ટાર્

એક સ્ટ્રગલિંગ એક્ટર પોતાની પ્રેમિકાની પાછળ પાછળ ગોવા સુધી જાય છે અને તેનો સાથ આપે છે તેનો એક નોકરી વગરનો ડીજે મિત્ર. આ ડીજે પાસે એક કૂતરો પણ હોય છે જે પૈસા કમાવા માટે સ્પર્મ ડોનેટ કરતો હોય છે. આ 3 જણાને કારણે પેદા થાય છે રમૂજી ઘટનાઓનો દોર.

ફિલ્મ A સર્ટિફિકેટ સાથે રિલીઝ થઈ છે અને ઈચ્છવા છતાં પણ અમે આ રિવ્યૂ U/A સર્ટિફિકેટ નહીં આપી શકીએ. ફિલ્મનો મૂળ ફ્લેવર જાળવી રાખતા અમે આ રિવ્યૂને પણ A સર્ટિફિકેટ સાથે જ લખી રહ્યા છે. માટે વાચકોએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

P.R
આદિ (તુષાર કપૂર) સ્ટ્રગલિંગ એક્ટર છે જે બોલિવૂડમાં 'ચિંઘમ', 'અડિદાસ (દેવદાસ)', 'બ્રા-વન', 'એકતા-ટાઈગર' વગેરે જેવી ફિલ્મો દ્વારા બોલિવૂડમાં એન્ટ્રિ લેવા માંગે છે પણ તેને મળે છે વાઈબ્રા વેઈટ લોસ પ્રોડક્ટની જાહેરાત, કબજિયાત દૂર કરવાની દવાની જાહેરાત અને ત્વચાને ગોરી કરનારી ક્રિમ (જેમાં તે હાસ્યાસ્પદ રીતે નિગ્રોમાંથી ગોરો (બ્લોન્ડ)બની જાય છે.)ની જાહેરાતો. આદિને લાગે છે કે રાહુના ગ્રહના કારણે તેની કારકીર્દિ રાહુલ રોય જેવી બની ગઈ છે. એક ટેરો કાર્ડ રિડરે તેને સલાહ આપી છે કે માત્ર એક યુવતીનો પ્રેમ જ તેનું ભાગ્ય બદલી શકે છે. આ માટે તે સિમરન (નેહા શર્મા)ની પાછળ પડે છે. સિદ (રિતેશ) ડીજે છે. (જે હાર્ડ ડિસ્કને ડિક્સ બોલે છે.) તે નાનપણથી બજાવતો (મ્યુઝિક) હોય છે અને પોતાના ડોગ 'સકરૂ' સાથે રહે છે. સકરૂ કૂતરાઓના કૂળનો વિકી ડોનર હોય છે અને પૈસા કમાવા માટે પોતાના માલિકનો પડ્યો બોલ ઝીલી લે છે. આ 3 જણાની ટોળકી પહોંચે છે ગોવા જ્યા આદિ કમસ ખાય છે કે તે પોતાની પ્રેમિકા સિમરનને પટાવી જ લેશે. (હા, ગોવાના બીચ પર જઈને જ તુષાર કપૂરે જ્હોન અબ્રાહમની જેમ પોતાના બમ્પનો શો ઓફ કર્યો છે.) બીજી બાજુ એક ગે બારમાં સિદ પોતાની ઈજ્જત મુશ્કેલથી બચાવે છે જે દરમિયાન મોડલ અનુ (સારાહ જેન ડાયઝ) તેના પ્રેમમાં પડે છે. બચ્યો એક, સકરૂ...તે ગોવાની 'બિચ'માં (બીચ પર) વ્યસ્ત થઈ જાય છે. આટલા લોકો ઓછા હોય તેમ ઉમેરો થાય છે મિસ્ટર માર્લો (અનુપમ ખેર)નો જે બોલિવૂડ ફિલ્મોની યાદગીરી સાચવી રાખવાનો જબરો શોખ ધરાવે છે. વિદ્યા બાલનના લાલ ડર્ટી બ્લાઉઝથી લઈને 'શોલે'ના રામુ કાકાના સાબુ સુધી (કારણ કે ઠાકુરના હાથ નહોતા...યકક)ની આઈટમ તેમણે સાચવી રાખી છે. તેમના સિવાય ટ્રિપિ (કેવિન દવે) અને દુષ્ટ બાબા 3જી (ચંકી પાંડે) જે ભગવાન સાથે બ્રોડબેન્ડ દ્વારા વાતો કરે છે, તેમનો પણ ઉમેરો થાય છે. જો આટલા પાત્રો વિશે જાણીને તમને સંતોષ ન થયો હોય તો આવા જ બીજા અન્ય માથાના દુ:ખાવા સમાન પાત્રો આવવાના છે.

P.R
તુષાર કપૂર, પોતાની એક્ટિંગના ક્ષેત્રનો (ભલે જેમાં માત્ર કોમેડીનો જ સમાવેશ થાય છે પણ) માહિર છે. રિતેશ દેશમુખ તેમાં પોતાની આગવી કોમિક શૈલીનો ઉમેરો કરે છે અને સાથે મળીને એકદમ પરફેક્ટ નહીં તો પણ હાસ્યાસ્પદ પરિસ્થિતિ ઊભી કરવામાં તો સફળ રહે છે. નેહા શર્મા સારી લાગે છે અને અભિનય પણ સારો કર્યો ચે. સારાહ બિકીનીમાં હોટ લાગે છે અને રેમ્પ વોક કરવા પૂરતુ તેનું જે પાત્ર છે તેમાં સારુ કામ કર્યું છે. અનુપમ ખેર તો આપણને ભૂતકાળમાં પણ તેમની કોમેડી કળા દેખાડી ચૂક્યા છે. મગજ વગરની કોમેડી માટે પણ ચંકી વેડફાયો છે.

ડાયરેક્ટર સચિન યારડીની આ ફિલ્મમાં 'હાર્ડ-કોર' સેક્સ કોમેડીના શોખીનોને મજો પડશે. ફિલ્મમાં ઘણા દ્રશ્યો છે જે રમૂજના 'વાઈબ્રેશન્સ' છે અને અમુક તમને હસાવીને નીચોવી દેશે (અમુક તમને બળજબરી પૂર્વક હસવા માટે મજબૂર કરશે). ફિલ્મની વાર્તામાં ખાસ દમ નથી પણ એડલ્ટ જોક્સ, સેક્સ્યુઅલ કટાક્ષ અને આંખો પહોળી અને મોં ખુલ્લુ રહી જાય તેવા વન-લાઈનર્સ ભરપૂર છે. એક સેક્સ-કોમેડી ફિલ્મ માટે આટલી લંબાઈ ઘણી વધારે છે. (અમે ફિલ્મની લંબાઈની વાત કરીએ છે...આમાં તો સાઈઝ મહત્વની છે.) અને 'દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા' જેવા ગીતો ફિલ્મની ગતિને ધીમી પાડે છે. જો 'ક્યા કૂલ હૈ હમ' પછી તમને સેક્સ કોમેડીની ભૂખ હશે તો આ ફિલ્મ તમને બળજબરીપૂર્વક સેક્સ કોમેડીનો ડબલ-ડોઝ આપશે. આ એવા કોલેજીયન ટીનએજ દર્શકો માટે છે જેમને દરેક વાતમાં આવા સેક્સ કોમેડી સૂઝતી હોય છે, અલબત્ત, અમુક પુખ્તોને પણ ચોક્કસ રસ પડશે જ. ફિલ્મ તમારા પોતાના રિસ્ક પર જોવા જવી.

ખાસ ટીપ: અમુક રમૂજ, સંવાદો અને હરકતો X-પ્લસ છે, માટે કદાચ તમને શરમ કે ધૃણા થઈ આવે. જો તમારી પાસે ગમે તેવી મજાક પર હસવાની ક્ષમતા હોય તો તમારા મગજને ઘરે મૂકીને જોવા જઈ શકો છો.

વેબદુનિયા પર વાંચો