નાસ્તિક કાનજીલાલ મહેતાની દુકાન ભૂકંપમાં ધ્વસ્ત થઈ જતાં તેઓ ભગવાન પર કોર્ટ કેસ કરે છે. અચાનક જ, 'ક્રિષ્ના વાસુદેવ યાદવ' કાનજીલાલના જીવનમાં આવી જાય છે, ભગવાન અને મનુષ્ય વચ્ચેના આ કેસમાં કોની જીત થાય છે?
સીધે સીધી વાત કરીએ તો 'ઓએમજી' પરેશ રાવલની ફિલ્મ છે અને તે પણ તેમની બેસ્ટ ફિલ્મ. અક્ષય કુમારે નાનકડો અને પવિત્ર રોલ કર્યો છે પણ 'ઓએમજી'માં પરેશ રાવલ તેમના કાનજીલાલ મહેતાના પાત્ર દ્વારા છવાઈ જાય છે. કાનજીલાલ મુંબઈના ચોરબજારમાં ભગવાનની મૂર્તિઓ વેચનાર ગુજરાતી દુકાનદાર છે. ભગવાનની મૂર્તિઓ વેચતો હોવા છતાં તે તદ્દન નાસ્તિક છે. તે મટકી ફોડની ઉજવણીમાં પણ ભંગ પાડે છે. હા, એ જ મટકી ફોડની ઉજવણી જેમાં સોનાક્ષી સિન્હા અને પ્રભુ દેવાનો 'ગો ગો ગો ગોવિંદા'માં ધમાલ ડાન્સ પરફોર્મન્સ જોવા મળશે.
ભૂકંપ આવતા ચોરબજારમાં માત્ર કાનજીલાલની દુકાન તૂટી પડે છે. વીમા કંપની વીમો આપવાની ના પાડે છે અને કહે છે કે આ તો ભગવાનનું કામ છે. ગુસ્સે ભરાયેલા કાનજીલાલ ભગવાનને કોર્ટમાં ઢસડી જાય છે. ભગવાનના પ્રતિનિધી તરીકે ફિલ્મમાં 'કલેક્શન ઓફિસર્સ' જેવા ધાર્મિક ગુરૂઓ જેમ કે સ્વામી લીલાધર (મિથુન દા, સુપર), સિદ્ધેશ્વર (ગોવિંદ નામદેવ) અને સેક્સી સન્યાસી માતા ગોપી (પૂનમ જવાર)ને કોર્ટના સમન્સ પાઠવાય છે. ગુંડાઓ કાનજીલાલને મારી નાંખવાનો પ્રયાસ કરે છે પણ કાનજીલાલનો 'સલાહકાર' ક્રિષ્ના વાસુદેવ યાદવ પોતાની રોમાંચક મોટરબાઈક પર બેસાડીને તેમને બચાવી લે છે. પાછળથી ક્રિષ્ના વાસુદેવ યાદવ કાનજીલાલના ઘરમાં જ રહેવા માટે આવી જાય છે. કોર્ટમાં ચાલતો આ કેસ ગાઢ ફિલોસોફીની આસપાસ ફરે છે, તેમ છતાં કાનજીલાલના જબરદસ્ત ડાયલોગ્સ તમને જકડી રાખશે. એક સમયે કાનજીલાલ ધર્મગૂરુઓ પર પોતાનો રોષ ઠાલવતા બોલે છે કે, "યે મુઝે ક્યા ગીતા શિખાયેંગે- ઈનકા આઈક્યૂ તો રૂમ ટેમ્પરેચર સે ભી લો હૈ."
ફિલ્મમાં પરેશ રાવલના પાત્રએ રજૂ કરેલી નટખટ અને તાર્કિક દલિલોને જોવાનો ખરો આનંદ આવે છે. તેઓ ભગવાનની મૂર્તિઓ પર દૂધ ચઢાવવાને બદલે ભૂખ્યા લોકોને દૂધ પીવડાવવામાં માને છે.
કાનજીલાલને મનાવવો લગભગ અશ્કય છે પણ જ્યારે તેમનો 'સલાહકાર' ક્રિષ્ના વાસુદેવ યાદવ (ભગવાન ક્રિષ્નનો સ્ટાઈલિશ મોટરબાઈક, ઓવરકોટ્સ અને આકર્ષક લૂક ધરાવતો અવતાર), જેણે કાનજીલાલનો જીવ બચાવ્યો હતો, તે પવિત્ર ગ્રંથો દ્વારા કાનજીલાલને જ્ઞાન આપે છે અને ખીજાયેલી પત્ની જે કાનજીને નાસ્તિક ગણાવે છે, તેને પોતાનો આઈસક્રિમ ઓગળી જાય તે પહેલા ખાઈ જવાની સલાહ આપે છે. બોલિવૂડના બહુ ઓછા એક્ટર્સ પાગલ છતાં હોટ રોલ કરી શકે છે અને અક્ષય કુમારે અહીંયા બાજી મારી લીધી છે. ગૂઢ સ્મિત, નાજુક ઈશારાઓ અને કર્ણપ્રિય વાંસળી વગાડતા અક્ષયને જોઈને કાનજી ઘણીવાર તેને ઓ હરિપ્રસાદ, ઓ ચોરસિયા!
કાનજીલાલ અને ક્રિષ્નાની કેમિસ્ટ્રી અદ્દભુત છે. લાંબા વાળ અને મીઠા અને શાંત સ્વરમાં બોલતા સ્વામીના રોલમાં મિથુન ચક્રવર્તીએ પણ સુપર અભિનય આપ્યો છે. કાનજીને મદદ કરતો મુસ્લિમ વકિલ (ઓમ પુરી), વકિલ સરદેસાઈના રોલમાં માંજરેકર, કાનજીની મોટી આંખોવાળી પત્ની સુશિલાના રોલમાં લુબ્ના સલિમ, આ બધાએ સરેરાશ અભિનય આપ્યો છે પણ ફિલ્મની ગતિને આગળ ધપાવતા આશ્ચર્યજનક બ્રેકગ્રાઉન્ડ ટ્રેક તેને કવર કરી લે છે. ફિલ્મના ગીતો વાર્તામાં ઉમેરો કરે છે પણ સરળ રીતે કહેવાયેલી આ જટિલ વાર્તામાં અવરોધ પેદા નથી કરતાં.
જો નબળા પોઈન્ટ ગણાવીએ તો 'ઓએમજી'ની પ્રોડક્શન વેલ્યૂ ઓછી છે અને ફિલ્મ ઘણીવાર નાટક જોતા હોઈએ તેવી લાગે છે. મહત્વની વાત તો એ છે કે, પત્થર એટલા દેવ ગણનારા દેશમાં - ભગવાન મનુષ્યમાં જ રહેલા છે- તેવો ગંભીર મેસેજ આપવો ઘણી મુશ્કેલ વાત છે. આ ફિલ્મમાં આ વાત પહેલાના સમયની હિન્દી ફિલ્મોની જેમ જ હળવા અને અસામાન્ય અંદાજમાં કહેવાઈ છે.