ડાંસ ઈંડિયા ડાંસ દ્વારા દેશને ડાંસિંગ સેંસેશન બની ચુકેલ રેમો ડિસૂજા હવે એક 3ડી ડાંસ ફિલ્મ લઈને આવી રહ્યા છે જે ડાંસની એબીસીડી છે. હોલીવુડમાં તો ડાંસની થીમ પર ઘણી ફિલ્મો બને છે પણ બોલીવુડમાં આવુ ઓછુ જોવા મળે છે. 80ના દસકાની ડિસ્કો ડાંસર, ડાંસ ડાંસ અને નાચ મયૂરીને છોડી દેવામાં આવે તો ડાંસ પર ઓછી જ ફિલ્મો જોવા મળે છે. એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે શુ આ ફિલ્મ હોલીવુડની સ્ટેપ અપ શ્રેણીથી લેવામાં આવે છે.
વિષ્ણુ(પ્રભુદેવા) માટે ડાંસ એક દિવાનગી છે. પણ એક સફળ કોરિયોગ્રાફરની જીંદગીમાં પણ ખરાબ સમય આવે છે. તેના બિઝનેસ પાર્ટનર કે.કે. મેનન તેને ડાંસ એકેડમીમાંથી કાઢી મુકે છે. આ ઘટના પછી વિષ્ણુનું દિલ તૂટી જાય છે. અને તે માયાનગરી મુંબઈ અને ડાંસ બંને જ છોડવાનુ મન બનાવી લે છે. જો કે તેના જવાના એક દિવસ પહેલા રાત્રે વિષ્ણુ ગણેશઉત્સવ માટે તૈયારી કરી રહેલ એક ડાંસ ગ્રુપને જુએ છે. જેમનો જોશ જોઈને તે પ્રભાવિત થઈ જાય છે. આ ગ્રુપને જોઈને તે પોતાનો નિર્ણય બદલી નાખે છે અને આ ગ્રુપનો કોચ બની જાય છે. પોતાની જૂની દુશ્મનીને છોડીને અને અગાઉના ખરાબ સમયને છોડીને તે એમને ભારતનુ સૌથી સારુ ડાંસ ગ્રુપ બનાવવનો વિચાર કરે છે. આ ફિલ્મની સૌથી મોટી તાકત ડાંસની વિવિધતા છે. જે દર્શકોને ખૂબ ગમે છે. ફિલ્મની સ્ટોરી કમજોર છે પણ રેમોના જોરદાર ડાંસે ફિલ્મને બચાવી લીધી છે. ફિલ્મનો પ્રથમ ભાગ ખૂબ જ રસપ્રદ છે. પણ બીજા ભાગમાં વાર્તા હાથમાંથી સરકતી લાગે છે. ફિલ્મ 15-20 મિનિટ વધુ ખેંચાય ગઈ હોય તેવુ લાગે છે.
P.R
સચિન જિગરે સારુ સંગીત આપ્યુ છે. સૌથી સારુ ગી બેજુબાન છે. કોરિયોગ્રાફી આ ફિલ્મની આત્મા છે. બોલીવુડના બધા મોટા કોરિયોગ્રાફર સરોજ ખાન, પ્રભુદેવા, ગણેશ આચાર્યા, રેમો નો ડાંસ તમને આ ફિલ્મમાં જોવા મળશે. એટલુ જ નહી ડાંસ દરમિયાન ફિલ્મનું 3ડી થવુ પણ સૌથી મોટી તાકત છે. પ્રભુ દેવાએ ડાંસ તો ઉત્તમ કર્યો જ છે તેમનો અભિનય પણ જોરદાર છે. કે.કે મેનન તો પહેલાથી જ એક સારા કલાકારની યાદીમાં છે. ગણેશ આચાર્યા એ પણ પોતાના ડાંસનો જલવો બતાવ્યો છે. ડાંસ શો ના ધર્મેશ, સલમાન, પુનીત પાઠક પણ પોતાના રંગમાં જોવા મળ્ય છે.