ત્રીજુ વિશ્વયુદ્ધ નોતરી શકે તેવા જીવલેણ ન્યુક્લિયર બોમ્બની શોધમાં નીકળેલો સિક્રેટ એજન્ટ વિનોદ 9 અલગ અલગ દેશોમાં ફરે છે.
તે બોન્ડ નથી પણ હા દેશી બોન્ડ છે- આપણો એજન્ટ વિનોદ(સૈફ અલી ખાન). જેમ્સ બોન્ડ પાસે ગન્સ, ગેજેટ્સ, ગર્લ્સ અને ગટ્સ આ બધુ હોય છે અને તેમાં તડકો લગાડે છે તેની સ્ટાઈલ અને સેક્સ-અપીલ. એજન્ટ વિનોદ પાસે પણ આ બધુ જ છે. સ્લિમ-ફિટ સૂટ, બો ટાઈસ અને ટક્સેડો પહેરેલો એજન્ટ વિનોદ મિશન પર ગયેલા મેટ્રોસેક્સ્યુઅલ મેન જેવો જ લાગે છે. વાર્તા શરૂ થાય છે અફઘાનિસ્તાનમાં થયેલા વિસ્ફોટથી અને આ વિસ્ફોટના પ્રત્યાઘાતો તેને રશિયા, મોરોક્કો, પાકિસ્તાન, તુર્કી, લટિવિયા લઈ જાય છે. તે ન્યુક્લિયર બોમ્બ રાખેલી એક સૂટ કેસને શોધતો હોય છે જે વિશ્વમાં પરમાણુ યુદ્ધ સર્જી શકે છે. તેની પાસે માત્ર એક ક્લૂ-નંબર 242 અને એક સેક્સ સાયરન, આઈએસઆઈ એજન્ટ ઈરમ (કરિના કપૂર) હોય છે.
જ્યારે પણ દુશ્મનોના હાથે પકડાઈ જાય છે ત્યારે પણ સૈફ કંઈકને કંઈક નવી લાઈન્સ બોલતો રહે છે. એક સીનમાં જ્યારે દુશ્મનો તેનું નામ પૂછે છે ત્યારે તે ગંભીર પરિસ્થિતિમાં પણ મસ્તીથી જવાબ આપે છે- માય નેમ ઈઝ એન્થની ગોન્ઝાલવિસ. અન્ય ખાનની જેમ સૈફે પણ પોતાના સિક્સ પેક એબ્સનો શો ઓફ કર્યો છે...અને દેશીપણાનો પરચો આપતા એક દ્રશ્યમાં લાગણીવશ થઈને આંસુ પણ પાડ્યા છે. જો સૈફની વાત કરીએ તો તે એક સુપર-સેક્સી-સ્ટાઈલિસ સ્પાય છે.
ફિલ્મમાં ઘણી બિકીની બેબ્સ જોવા મળે છે તેમ છતાં કરિના તે બધામાં ધ્યાન ખેંચે છે કારણે તે બધી બિકીની બેબ્સ કરતા પણ કરિના ઘણી વધારે સેક્સી અને ગ્લેમરસ છે. પોતાના પાત્રને અનુસાર ઘણીવાર રહસ્યમય અને ઘણીવાર હિંસક ક્ષણો પેદા કરવામાં સફળ રહી છે.
IFM
હથિયાર, ડ્રગ્સ અને છોકરીઓના ડિલરના પાત્રમાં રામ કપૂર બહુ જ સરળતાથી પ્રવેશી ગયો છે. પોતાના મરતા ઊંટ માટે પોક મૂકીને રડતા પ્રેમ ચોપરાની એ જ જૂની ચાલાક વિલનગીરી જોવા મળશે. ગુલશન ગ્રોવર તો જાણે મુજરો જોવા માટે જ આવ્યો હોય તેમ લાગતું હતું.
ડાયરેક્ટર શ્રીરામ રાઘવન, જેમણે આ પહેલા 'એક હસિના થી' અને 'જ્હોની ગદ્દાર' જેવી માઈન્ટ-ટ્વિસ્ટર ફિલ્મો બનાવી છે, તેમણે આ વખતે એક સ્પાય-થ્રિલર બનાવવાનો પ્રયાસ કર્યો છે. જૂનવાણી સમય સાથે તેમનો પ્રેમ આ ફિલ્મમાં પણ જોવા મળે છે, પછી ભલે તે પ્રેમ ચોપરા અને ગુલશન ગ્રોવર જેવા જૂના વિલનને ફિલ્મમાં લેવાની વાત હોય કે પછી જૂના સમયના ગીતોને નવી રીતે રજૂ કરવાની હોય. 'એજન્ટ વિનોદ' ચાલાક છે અને સ્ટાઈલિશ છે પણ અમુક સમયે મુંઝવણભરી લાગે છે. અમુક દ્રશ્યોને સ્ટાઈલિશ દેખાડવા માટે સ્ટોરી સાથે બાંધછોડ કરવામાં આવી હોય એવું લાગે છે. સ્ટંટ્સ અને કાર ચેઝ બહુ જ સુંદર રીતે ડિઝાઈન કરાયેલા છે પણ તમને આંચકા આપે કે શ્વાસ અદ્ધર કરી દે તેવી બહુ જ ઓછી ક્ષણો છે. 'કુછ તો હૈ રાબતા' કાનને સાંભળવું ગમશે, 'પ્યાર કી પૂંગી'એ ઘણા દિવસોથી ધમાલ મચાવી દીધી છે. કરિનાનો મુજરો 'દિલ મેરા મુફ્ત કા'માં કરિના બહુ જ ગ્લેમરસ લાગે છે...રેખા સાથે સરખામણીની વાત જવા દો.
'એજન્ટ વિનોદ' સેક્સી અને સ્ટાઈલિશ છે પણ રોમાંચક નહીં લાગે.