ફિલ્મ સમીક્ષા : અગ્નિપથ

P.R
ફિલ્મનું નામ: અગ્નિપ
સ્ટાર કાસ્ટ: રિતીક રોશન, સંજય દત્ત, પ્રિયંકા ચોપરા, રિશી કપૂર, ઓમ પૂરી
ડાયરેક્શન: કરણ મલ્હોત્રા
રેટિંગ: 3 સ્ટા

એક શાળાના આચાર્યને ખલનાયક મારી નાંખે છે. આચાર્યનો દીકરો મોટો થાય છે એક જ લક્ષ્ય સાથે: બદલો.

સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મની રિમેક બનાવવી જોખમનું કામ છે. ફિલ્મ પાસેથી અપેક્ષાઓ વધી જાય છે અને મૂળ ફિલ્મ સાથેની સરખામણી ચોક્કસ જ થાય છે. પુખ્ત દર્શકો તેમાં મૂળ ફિલ્મની યાદ તાજી કરતી ક્ષણો શોધે છે જ્યારે પહેલી વાર જોનારા દર્શકો તેમાં રિમેક બનાવવા જેવું કંઈક ખાસ હોવાની અપેક્ષા રાખે છે. આ ખરેખર મુશ્કેલ કામ છે.

P.R
જો કે નવી 'અગ્નિપથ' 1990માં યશ જોહરે બનાવેલી મૂળ ફિલ્મની બેઠી નકલ નથી. મૂળ ફિલ્મમાં વિજય દિનાનાથ ચૌહાણની ભૂમિકા માટે અમિતાભ બચ્ચનને નેશનલ એવોર્ડ મળ્યો હતો. નવી ફિલ્મ તેના અલગ જ રસ્તા પર ચાલે છે. નવા પાત્રોનો ઉમેરો થયો છે. તેમાંનું એક પાત્ર છે રૌફ લાલા જે રિશી કપૂરે ભજવ્યું છે. આંખોમાં સૂરમો અને જીભ પર ઝેર સાથે રિશી કપૂરે પાક્કા વિલનની ભૂમિકા ભજવી છે, જે યુવતીઓની લે-વેચનો ધંધો પણ કરે છે. મૂળ ફિલ્મના અમુક યાદગાર પ્રેમાળ પાત્રો હટાવી દેવાયા છે. આ ફિલ્મમાં તમે ક્રિષ્નન ઐયર એમએ નારિયલપાનીવાલા, જેના માટે મિથુન ચક્રવર્તીને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

નવોદિત ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ સહલેખક કરણ મલ્હોત્રાએ આ રિમેક બનાવવા માટે ઘણી મહેનત કરી છે. ફિલ્મની શરૂઆત અને અંતના દ્રશ્યો જે રીતે ઘડ્યા છે તેમાં સ્ટાઈલ અને કુશળતા બન્ને જોવા મળે છે. તમને એવું જ લાગશે કે તમે વાર્તામાં પ્રવેશી ગયા છો. તેણે બધા કલાકારો પાસેથી પણ પ્રામાણિક અભિનય કઢાવ્યો છે. પ્રિયંકા ચોપરા ફિલ્મમાં એક સેક્સ વર્કરની હોશિંયાર પુત્રી કાલીના રોલમાં છે. અલબત્ત, ફિલ્મ આંખે વળગે તેવું પાત્ર હોય તો તે છે સંજય દત્ત. સંપૂર્ણ કાળા રંગના વસ્ત્રોમાં ટેટૂ ધરાવતો કાંચા ચીના પરફેક્ટ વિલન લાગે છે.

P.R
જો કે, સંજયનો અદ્દભુત અભિનય પણ ફિલ્મને વધારે મદદ નથી કરતો. ઉલ્ટાનું, તે 'અગ્નિપથ'ના સમતોલનને હાની પહોંચાડે છે. વધુ નિયંત્રિત અને વધુ સૂક્ષ્મ રિતીક રોશન ઘણીવાર સંજયની સામે ઝાંખો પડે છે. વિજય કાંચાને મારવાની ભાવના સાથે મનોગ્રસ્ત છે. તેનું એ એકમાત્ર લક્ષ્ય દેખાઈ નથી આવતું. ફિલ્મના નાયકના દિલને ઘા લાગ્યો છે, પણ તેની કોઈ અસર રિતીકના ચહેરા પર નથી દેખાતી.

ફિલ્મનો અમુક હિસ્સો દિવમાં શૂટ થયો છે. ફિલ્મ આંખને જોવી ગમે છે. તેમ છતાં, તે બધા દ્રશ્યો એક તરફ અને કેટરિના કૈફ બીજી તરફ. 'ચિકની ચમેલી' નામના આઈટમ સોન્ગના કેટરિનાના ઠૂમકા પૈસા વસૂલ છે. મલ્ટિપ્લેક્સ જ નહીં પણ સિંગલ સ્ક્રિન થિયેટરમાં પણ 'ચિકની ચમેલી' હિટ જશે.

ટૂંકમાં, જૂની 'અગ્નિપથ'ની યાદો મનમાં રાખીને નવી 'અગ્નિપથ' જોવા ન જતાં. તો તમને આ ફિલ્મ થોડી વધારે મનોરંજક લાગશે.

વેબદુનિયા પર વાંચો