ગજિની : પૈસા વસૂલ

IFM
નિર્માતા ; અલ્લૂ અરવિંદ, મધુ વર્મા
કથા-પટકથા-નિર્દેશક : એ.આર. મુરુંગદા
ગીતકાર : પ્રસૂન જોશી
સંગીતકાર : એ.આર. રહેમાન
કલાકાર : આમિર ખાન, અસીન, જિયા ખાન, પ્રદીપ સિંહ રાવત.

ફિલ્મોમાં બદલો એ વર્ષો જૂનો વિષય છે. 'શોલે', 'કરણ અર્જુન', 'રામ-લખન' જેવી હજારો ફિલ્મો આ વિષય પર બની ચૂકી છે. માતા-પિતા, ભાઈ-બહેન. પત્ની-પ્રેમિકાના મોતનો બદલો આપણે ફિલ્મોમાં અનેકવાર જોઈ ચૂક્યા છે. એક્શન ફિલ્મની નીવ જ બદલા પર ટકેલી હોય છે.

મલ્ટીપ્લેક્સના ઉદય પછી આ અજમાવી ચૂકેલા વિષય પર ફિલ્મ બનવાની લગભગ બંધ થઈ ગઈ હતી. પરંતુ છેવટે આમિર ખાન અભિનીત એક્શન ફિલ્મ 'ગજિની'માં આ ફરી સામે આવી. આ એક્શન ફિલ્મના મુખ્ય પાત્રને 'શોર્ટ ટર્મ મેમોરી લોસ'ની બીમારી છે, જે તેને એક નવુ એંગલ આપે છે.

સંજય સિંધાનિયા (આમિર ખાન) કોઈ પણ વાત 15 મિનિટથી વધુ યાદ નથી રાખી શકતો. વિચારો કે આ બીમારીથી પીડિત માણસ જ્યારે સવારે ઉઠે છે તો તેનુ મગજ કોરાકાગળ જેવુ હોય છે. આંખ ખોલતા જ સૌ પ્રથમ તેને એ વિચાર આવે છે કે હું ક્યા છુ ? હું કોણ છુ. પછી તે આસપાસ મુકેલી વસ્તુઓ પર લાગેલા કાગળની ચિટ વાંચે છે અને તેને થોડું-થોડું યાદ આવવા માંડે છે. આ વાત ફિલ્મને ખાસ બનાવે છે.

IFM
ગજિની ફિલ્મમાં વાર્તા છે સંજય સિંધાનિયાની, જ એયર વાઈસ સેલ્યૂલર ફોન કંપનીનો માલિક છે. એક પત્રિકામાં તે કલ્પના(અસીન)નામની મોડલનો ઈંટરવ્યુ વાંચે છે, જે દાવો કરે છે કે સંજય તેને મળ્યો હતો અને તેને પ્રેમ કરે છે. કલ્પના આ જૂઠા દાવા માટે તેને પાઠ ભણાવવા સંજય તેના ઘરે જાય છે અને પોતે જ તેના પ્રેમમં પડી જાય છે. બંનેની પ્રેમવાર્તા આગળ ધપે છે. પરંતુ ઈશ્વરને કાંઈક બીજુ જ મંજૂર હોય છે. કેટલીક છોકરીઓને કલ્પના ગુંડાઓથી બચાવે છે. એ ગુંડાઓ કલ્પનાનું ખૂન કરી નાખે છે અને સંજય પર પણ જાનવરની જેમ તૂટી પડે છે. સંજયના માથા પર જોરદાર પ્રહારના મારને કારણે તે શોર્ટ કમ મેમોરી લોંસનો શિકાર થઈ જાય છે. તે પોતાનો બદલો કેવી રીતે લે છે એ ફિલ્મમાં રોમાંચક રીતે બતાવાયુ છે.

ફિલ્મની વાર્તા ખૂબ જ સાધારણ લાગે છે, પરંતુ સ્ક્રીનપ્લેમાં એટલા ઉતાર-ચઢાવ આપ્યા છે કે દર્શક સીટ પર બેસ્યા રહે છે. દરેક ફ્રેમ ઉત્સુકતા વધારે છે કે આગળ શુ થશે. વાર્તા ભૂતકાળ અને વર્તમાન સમયમાં કૂદતી રહે છે. આ વાર્તામાં ઘણી જ ગૂંચવણો, અડચણો સંજયના રસ્તાનો કાંટો બને છે જેમાંથી સંજય બહાર નીકળતો રહે છે. 'ગજિની'માં ખૂબ જ સરસ એક પ્રેમવાર્તા છીપાયેલી છે તેથી ફિલ્મમાં સતત રાહત મળતી રહે છે.

IFM
નિર્દેશક ગુરુંગદાસે વાર્તાને ઉત્તમ રીતે રજૂ કરી છે. ક્યારે રોમાંસ બતાવવો જોઈએ, અને ક્યારે એક્શન કે થ્રિલ એ તેમને સારી રીતે બતાવ્યુ છે. બદલાની વાર્તા ત્યારે જ સફળ જાય છે જ્યારે દર્શકોના મનમાં પણ વિલન માટે નફરત જાગે. નાયકની સાથે સાથે તેમને પણ બદલો લેવાની તમન્ના જાગે અને આ કામ ગુરુંગદાસે ખૂબ જ સફળતાપૂર્વક કર્યુ છે. જે માટે તેમને સંજય અને કલ્પનાની વાર્તાને શ્રેષ્ઠ રીતે બતાવી છે. કલ્પનાના પાત્ર પર તેમણે ઘણી જ મહેનત કરી છે. હંમેશા હસનારી કલ્પના, માસૂમ, બીજાને મદદ કરનારી કલ્પનાને તેમણે ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે કે તે બધાને ગમવા માંડે છે. ત્યારબાદ જ્યારે તેની હત્યા થાય છે તો દર્શકો સન્ન થઈ જાય છે. તેમની બધી સહાનુભૂતિ સંજય તરફ વળી જાય છે અને ગજિની(વિલન) પ્રત્યે નફરત જાગી ઉઠે છે.

ફિલ્મમાં હિંસા છે પરંતુ તેની પાછળ પણ મજબૂત કારણ છે. કલ્પનાની હત્યા અન ક્લાઈમેક્સમાં આમિરની એક્શન અદ્દભૂત છે. થોડી ઉણપો પણ છે પરંતુ ફિલ્મની ગતિ એટલી ઝડપી છે કે દર્શકોને આ અંગે વિચારવાનો સમય જ નથી મળતો. ખાસ કરીને શરૂઆતમાં અડધો કલાક સુધી ફિલ્મની ગતિ એટલી ઝડપી છે કે તેની સાથે તાલમેલ બેસાડવામાં મુશ્કેલી આવી જાય છે.

IFM
'તારે જમી પર' પછી આમિરે યૂ ટર્ન લેતા એક શુધ્ધ કોમર્શિયલ ફિલ્મમાં કામ કર્યુ છે. તેમણે સંવાદ ઓછા આપવામાં આવ્યા છે, પરંતુ બદલાની આગમાં તપતી તેમની આંખો બધુ જ કહી નાખે છે. એક્શન દ્રશ્યોમાં પણ તેઓ છવાયેલા રહ્યા. તેમની એટ પેક એબ્સ બોડીનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો, પરંતુ તેઓએ પોતાનુ શર્ટ વધુ ન ઉતાર્યુ.

અસીને વધુ બોલનારી અને માસૂમ છોકરીનુ પાત્ર ખૂબ જ સરસ રીતે ભજવ્યું છે. ખાસ કરીને રોમાંટિક દ્રશ્યો અને તેમની હત્યાવાળા દ્રશ્યમાં તેમનો અભિનય વખાણવા લાયક છે. જિયા ખાનનુ પાત્ર પણ રોચક છે જે પહેલા તો આમિર ખાન માટે મુશ્કેલીઓ ઉભી કરે છે અને પછી તેની મદદ કરે છે. ગજિનીના પાત્રમાં પ્રદિપસિંહ રાવતના ચહેરા પર ક્રૂરતા ટપકે છે. તેમનુ પાત્ર સોનાની મોટી ચેન, અંગૂઠી અને સફેદ કપડા પહેરેલ ટિપિકલ વિલન છે, જે દસ વર્ષ પહેલા ફિલ્મોમાં જોવા મળતો હતો અને 'એસા મારેંગે કિ ઉસકા નાખૂન ભી નહી મિલેગા' જેવા સંવાદ બોલે છે.

ફિલ્મના એક્શનમાં બંદૂક નથી. મોટાભાગની ફાઈટિંગ હેંડ ટુ હેંડ છે. લોખંડનો પાઈપ અને ચાકૂનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આમિરે પોતાના મજબૂત શરીરની મદદથી મોટાભાગના વિલનોના હાંડકા ભાંગ્યા છે. એક્શન દ્રશ્યમાં ક્યાંક દક્ષિણ ભારતીય ટચ આવી ગયો છે જેના કારણે તેઓ લાઉડ દેખાયા છે.

ફિલ્મનુ સંગીત સારુ છે. 'ગુજારિશ' અને 'બહકા' ગીતો સારા બન્યા છે, પરંતુ કેટલાક ગીતો એવા છે કે જાણે દક્ષિણ ભારતીય ભાષામાંથી અનુવાદ કર્યા હોય. રવિ ચન્દ્રનની સિનેમોટોગ્રાફી ઉલ્લેખનીય છે.

જબરજસ્ત એક્શન, સરસ રોમાંસ, દિલના ધબકારા વધારનારું થ્રિલ, સુંદર લોકેશન પર ફિલ્માવેલા ગીતો અને તણાવથી ભરેલ ડ્રામાને કારણે 'ગજિની' પૈસા વસૂલ ફિલ્મ છે.