સતીષ કૌશિકને રીમેક બનાવવામાં નિપુણતા મળેલ છે. તેમણે દક્ષિણ ભારતની ભાષાઓની ફિલ્મોના હિન્દી રીમેક બનાવી છે. આ વખતે તેમણે સુભાષ ઘાઈની 1980માં રજૂ થયેલી 'કર્જ' ના આધારે હિમેશ રેશમિયાની સાથે 'કર્જ' બનાવી છે.
મોંટી (હિમેશ રેશમિયા) એક દક્ષિણ આફ્રિકાનો લોકપ્રિય રોકસ્ટાર છે. એક વાર અચાનક તે એક ધૂન વગાડવા માંડે છે. તેને એક હવેલી, મંદિર અને એક છોકરી જોવા મળે છે અને તે બેભાન થઈ જાય છે. એક પાર્ટીમાં તેની મુલાકાત ટીના (શ્વેતા કુમાર) સાથે થાય છે. ટીના પર મોંટીનુ દિલ આવી જાય છે.
રજાઓ ગાળવા મોંટી કેન્યા જાય છે, જ્યા તેને એ હવેલી જોવા મળે છે, જેની છબિ તેના મગજમાં અંકારેલી હોય છે. ધીરે ધીરે મોંટીને પોતાનો પાછલો જન્મ યાદ આવી જાય છે.
P.R
પાછલા જન્મમાં તે રવિ વર્મા (ડિનો મોરિયા) હતો અને કામિનીને પ્રેમ કરતો હતો. કામિનીએ તેની મિલકત હડપવા તેની હત્યા કરી નાખી હતી. રવિની માઁ અને બહેન પણ હતા, જેમના વિશે હવે કોઈ નથી જાણતું.
કામિની સાથે મોંટી નિકટતા વધારે છે. તે પોતાની માઁ અને બહેનની ભાળ મેળવવાની સાથે સાથે કામિની સાથે બદલો પણ લે છે.
ફિલ્મની વાર્તા ખૂબ જ સશક્ત છે. તેમા પુનર્જન્મ, પ્રેમ, બદલો, મા-પુત્ર, અને ભાઈ-બહેનનો પ્રેમ જેવો મસાલો ફિલ્મ પસંદ કરનારાઓને સારી લાગશે.
ફિલ્મની રજૂઆત આજના સમયની ફિલ્મો જેવુ નથી. સતીષ કૌશિકે 70 અને 80ના દાયકા જેવી ફિલ્મ બનાવી છે. સતીષ કૌશિકના મગજમાં આ વાત સ્પષ્ટ હતી કે તેઓ કયા દર્શકો (સામાન્ય લોકો)માટે ફિલ્મ બનાવી રહ્યા છે અને તેઓ પોતાના ઉદ્દેશ્યમાં સફળ પણ થયા છે.
ફિલ્મમાં કેટલીક ખામીયો પણ છે, જેવી કે ઉર્મિલાની વયમાં 25 વર્ષ પછી પણ કોઈ બદલાવ જોવા નથી મળતો. ઉર્મિલાએ રવિ વર્માની માઁ અને બહેનને કેમ છોડી દીધા ? ઝડપથી દોડી રહેલી ફિલ્મ મધ્યાંતર પછી ધીમી પડી જાય છે, પરંતુ ક્લાયમેક્સ સમયે ફરી ગતિ પકડી લે છે. પટકથા લેખક શિરાજ અહમદે ઘાઈવાળી 'કર્જ' કરતા થોડો ફેરફાર કર્યો છે, પરંતુ આનાથી વાર્તા પર કોઈ અસર નથી પડતી.
હિમેશ રેશમિયા આ ફિલ્મની સૌથી નબળી કડી છે. તેને અભિનય બિલકુલ નથી આવડતો. સતીશ કૌશિકે ખૂબ જ ચતુરાઈથી તેમનો ઉપયોગ કર્યો છે જેથી તેમની નબળાઈઓ છિપાઈ રહે.
નવી નાયિકા શ્વેતા કુમાર બિલકુલ પ્રભાવિત નથી કરતી. તેની અને હિમેશની કેમેસ્ટ્રી એકદમ ઠંડી છે. ઉર્મિલા માતોડકએ ખલનાયિકાની ભૂમિકા શાનદાર રીતે ભજવી છે. ગુલશન ગ્રોવર અને રાજ બબ્બરની ભૂમિકા મહત્વહીન છે. ડેની અને અસરાણીએ દર્શકોને હંસાવવાના પ્રયત્નો કર્યા છે. ડીનો મોરિયા અને રોહિણી હટ્ટંગડી પણ સંક્ષિપ્ત ભૂમિકામાં જોવા મળી.
સંગીતકાર હિમેશ રેશમિયા ફિલ્મની મજબૂત કડી છે. 'તંદૂરી નાઈટ્સ', 'તેરે બિન ચેન ન આયે', 'માશા અલ્લાહ', 'ધૂમ તેરે પ્યારકી' અને 'એક હસીના થી' જેવા ગીતો તો પહેલાથી જ હિટ થઈ ચૂક્યા છે. ગીતોનુ ફિલ્માંકન ભવ્ય છે. જો કે નૃત્યમાં હિમેશ નબળા છે. તકનીકી રૂપે ફિલ્મ સરેરાશ છે.
આ ફિલ્મ કાંઈક અલગ કરવાનો દાવો નથી કરતી, પરંતુ મસાલા ફિલ્મ પસંદ કરનારાઓને સારી લાગશે. જે લોકોએ સુભાષ ઘાઈને 'કર્જ' ને પસંદ કરી છે તેમણે આ ફિલ્મ જોઈને નિરાશા નહી સાંપડે અને જેમને પહેલીવાર 'કર્જ' જોઈ છે તેમણે પણ આ ફિલ્મ ગમશે.