કમીને : અપરાધની દુનિયામાં જોડિયા ભાઈ

IFM
બેનર : યૂટીવી મોશન પિક્ચર્
નિર્માતા : રોની સ્ક્રૂવાલા
નિર્દેશન અને સંગીત : વિશાલ ભારદ્વાજ
ગીત : ગુલઝાર
કલાકાર : શાહિદ કપૂર, પ્રિયંકા ચોપડા, અમોલ ગુપ્તે, તેનજિંગ નીમા, ચંદન રોય, સાન્યાલ અને શિવ સુબ્રમણ્યમ.

* ફક્ત વયસ્કો માટે
રેટિંગ : 2.5/5

ફરહા ખાન (ઓમ શાંતિ ઓમ) અનુરાગ કશ્યપ (દેવ ડી) અને વિજય કૃષ્ણા આચાર્ય (ટશન) પછી વિશાલ ભારદ્વાજે પણ સત્તર અને એંશીના દાયકાની વાર્તાની નવી રીતે રજૂઆત કરી છે. 'મકબૂલ' અને 'ઓંકારા' જેવી ફિલ્મ બનાવનારા આ નિર્દેશકે જોડિયા ભાઈઓ અને અપરાધ પર બની ચૂકેલ ઘણી ફિલ્મોના આધારે 'કમીને' ફિલ્મ બનાવી છે.

ગુડ્ડૂ (શાહિદ કપૂર)સીધો સાદો છે. અટકી-અટકીને બોલે છે. ચાર્લી(શાહિદ કપૂર) તોતડાય છે. સ' ને 'ફ' બોલે છે. એ શ્રીમંત બનવા માટે ગમે તે કરવા તૈયાર છે. તેનુ માનવુ છે કે જીવનમાં બે રસ્તા હોય છે. 'શોર્ટકટ' અને 'નાનકડો શોર્ટકટ'. બંને ભાઈઓ એકબીજાને નફરત કરે છે. ત્રણ વર્ષથી બંનેયે એકબીજાનો ચહેરો નથી જોયો.

સ્વીટી (પ્રિયંકા ચોપડા) ગુડ્ડૂને પ્રેમ કરે છે અને એનો ભાઈ ભોપે (અમોલ ગુપ્તે)એક સાધારણ ગેંગસ્ટાર છે, જે મહારાષ્ટ્રમાં આવેલ બીજા પ્રદેશના લોકોને કાઢી મૂકવા માંગે છે. સ્વીટી અને ગુડ્ડૂ લગ્ન કરી લે છે અને ગુસ્સે ભરાયેલો ભોપે તેમનો પીછો કરે છે.

IFM
ચાર્લી અજાણતા બે ભ્રષ્ટ પોલીસ ઓફિસર પાસેથી ડ્રગ્સ લૂંટી લે છે, જેની કિમંત કરોડોની છે. ચાર્લીની જગ્યાએ ગુડ્ડૂ પકડાય જાય છે. ત્યારબાદ બંને ભાઈઓ પર સતત મુસીબતો આવતી જાય છે. કેવી રીતે તેઓ આ મુસીબતોમાંથી છુટકારો મેળવે છે એને વિશાલે સ્ક્રીન પર રજૂ કર્યુ છે.

વાર્તામાં નવુ કશુ નથી, પરંતુ તેની રજૂઆત જુદી રીતે કરી છે. ફિલ્મને સમજવા માટે તમારે સતત સતર્ક રહેવુ પડે છે. એક મિનિટ માટે પણ ધ્યાન હટ્યુ તો આગળની ફિલ્મ સમજવામાં મુશ્કેલી આવી શકે છે. આ જ વાત છે જે ફિલ્મની વિરુધ્ધ જઈ શકે છે. કારણ કે વાર્તા તો સામાન્ય માણસની પસંદગીની છે, પરંતુ રજૂઆત દર્શકોને ખૂબ જ સમજદાર માનીને કરવામાં આવી છે.

ફિલ્મનુ સ્ક્રીનપ્લે બારીકાઈથી લખવામાં આવ્યુ છે અને તેને રહસ્યમય રીતે પડદાં પર રજૂ કર્યુ છે. વિશાલ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેમણે ફિલ્મ એ રીતે બનાવી છે કે દર્શક પોતાના મગજનો ઉપયોગ કરે. ફિલ્મનો અંત સામાન્ય છે જ્યારે કે વિશાલ પાસે એક અનોખા અંતની આશા હતી.

શરૂઆતની વીસ મિનિટમાં ફિલ્મ સાથે તાલમેલ બેસાડવો તકલીફદાયક છે કારણ કે બંને હીરો દ્વારા બોલાયેલા સંવાદોને ધ્યાનથી સાંભળવા પડે છે. ફિલ્મના પાત્રોને પરિચિત થવુ પડે છે. ત્યારબાદ જ આપ આનંદ ઉઠાવી શકો છો.

નિર્દેશક વિશાલે આખી ફિલ્મ પર પકડ બનાવી રાખી અને તેમનો રૂઆબ ફિલ્મના દરેક વિભાગમાં જોવા મળે છે. ફિલ્મને તેમણે વાસ્તવિકતા નજીક રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે.

IFM
તેમનો હીરો નાહેલો-ધોયેલો અને સ્માર્ટ નથી લાગતો. એ ગલીનો ગુંડો છે, તેથી તેના વાળમાં ધૂળ છે. તેની ટી-શર્ટ પરસેવાથી લથપથ છે. પાત્રની જેમ તેમને આખી ફિલ્મએ રફ-ટફ લુક આપ્યુ છે. ફિલ્મને શૂટ પણ એ જ અંદાજમાં કરવામાં આવી છે. કેમેરો સતત હલતો રહે છે અને સ્ક્રીન પર મોટાભાગે અંધારુ જોવા મળે છે. ક્લોજઅપનો વધુ ઉપયોગ થયો છે. ફિલ્મનુ લોકેશન એકદમ વાસ્તવિક દેખાય છે.

શાહિદ કપૂરે ડબલ રોલ સારી રીતે ભજવ્યો છે. પરંતુ તેની જગ્યાએ કોઈ દમદાર હીરો હોત તો ફિલ્મ વધુ સારી જોવા મળતી. પ્રિયંકા ચોપડાએ મહારાષ્ટ્રીયન છોકરીના રૂપમાં સારો અભિનય કર્યો છે અને શાહિદ પર એ ભારે પડી છે. અમોલ ગુપ્તે, નીમા, ચંદન રોય, સાન્યાલ અએન શિવ સુબ્રમણ્યમે પોત-પોતાના પાત્રોને જીવંત બનાવ્યા છે.

ફિલ્મનુ સંગીત પહેલા જ લોકપ્રિય થઈ ચૂક્યુ છે અને 'ઢેન ટેનેન' હાલનુ સૌથી વધુ લોકપ્રિય ગીત છે. ગુલઝારે વાર્તા અને પાત્રના મુજબ ગીત લખ્યા છે. વિશાલના લખેલા સંવાદ ફિલ્મનો પ્લસ પોઈંટ છે.

વિશાલ ભારદ્વાજ બેશક પ્રતિભાશાળી નિર્દેશક છે, પરંતુ જૂની ફિલ્મોને નવા અંદાજમાં રજૂ કરવાને બદલે તેમણે કંઈક નવુ કરવુ જોઈએ.

વેબદુનિયા પર વાંચો