હોરર 'ફિલ્મ' એક એવી દુષ્ટ આત્માની વાર્તા છે જે આ દુનિયા છોડવા માટે તૈયાર નથી. વિક(બોબી દેઓલ)બોલીવુડનો એક સફળ નિર્દેશક છે, જે હોરર ફિલ્મ બનાવવા માટે પ્રસિધ્ધ છે. પિયા (મુગ્ધા ગોડસે)વિકની પત્ની છે.
P.R
વિંક અને પિયા વચ્ચેના સંબંધ ઠીક નથી અને તેમના વૈવાહિક જીવન પર બ્રેકઅપના વાદળ મંડરાઈ રહ્યા છે અચાનક મોરીશસમાં પિયાના પિતાની તબિયત ખરાબ થઈ જાય છે અને બંને તેને મળવા ત્યાં પહોંચે છે. પિયાનુ બાળપણ જ્યા વીત્યુ છે એ હવેલી ખૂબ જ જૂની છે. કોઈને પણ ખબર નથી કે તે હવેલીમાં કોઈ રહસ્ય ખામોશીની સાથે છિપાયેલુ છે. વર્ષોથી તે બહાર આવવા માટે ખાસ સમયની રાહ જોઈ રહ્યુ છે.
P.R
જેવુ અંધારુ થાય છે ઘરમાં આત્મા ખોફનાક વાતાવરણ ઉભુ કરે છે વિક અને પિયાની જીંદગી સંકટમાં છે. એ બંને પાસે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય ખૂબ જ ઓછો છે. શુ બંને એક થઈને પ્રેમની તાકતથી એ દુષ્ટ આત્માનો સામનો કરશે કે પછી પોતાની જીંદગીની ભયાનક હકીકતનો સામનો કરશે. જાણવા માટે જુઓ હેલ્પ .