વિક્ટરી

P.R
નિર્માતા : મનમોહન શેટ્ટી, અજીતપાલ મંગત
નિર્દેશક : અજીતપાલ મંગત
સંગીત : અનુ મલિક
કલાકાર : હરમન બાવેજા, અમૃતા રાવ, અનુપમ ખેર, ગુલશન ગ્રોવર, દિલીપ તાહિલ.

ક્રિકેટ ભારતની સૌથી લોકપ્રિય રમત છે. આ રમત પર આધારિત ઘણી ફિલ્મો છેલ્લા કેટલાક વર્ષોમાં આપણને જોવા મળી છે. 'લગાન'ને ક્રિકેટને આધારે બનાવી ઘણા ફિલ્મકારોને આને આધારે ફિલ્મ બનાવવા માટે પ્રેરણા આપી છે.

P.R
નિર્દેશક અજીતપાલ મંગતે હરમન બાવેજાને લઈને 'વિક્ટરી'નુ નિર્માણ કર્યુ છે. આખા દેશના નવજવાન ભારતની તરફથી રમવાનું સપનું જુએ છે. આ સપનું કરોડો યુવાઓમાંથી એકનુ પુરૂ થઈ શકે છે. આ વિચાર પર ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

'વિક્ટરી' ની વાર્તા રામ નામના એક પિતાની છે, જેમની ઈચ્છા છે કે તેમનો પુત્ર વિજય શેખાવત ભારત તરફથી ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે. વિજય પોતાના પિતાનુ સપનું પુરૂ કરે છે. કેવી રીતે તે પોતાની મંજીલ તરફ વધે છે, આ ફિલ્મમાં રસપ્રદ રીતે બતાવાયુ છે. ફિલ્મમાં વિશ્વ જગતના ઘણા પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી રમતા જોવા મળશે.

હરમન માટે મહત્વની છે 'વિક્ટરી'

હરમન બાવેજાની પ્રથમ ફિલ્મ 'લવ સ્ટોરી 2050' નિષ્ફળ થઈ ગઈ હતી, તેથી હરમનને માટે તે ફિલ્મ ખૂબ જ મહત્વની છે. તેઓ ઈચ્છે છે કે તેમની આ ફિલ્મ ટિકિટ બારી પર વિક્ટરી મેળવે. ક્રિકેટની ઝીણવટો હરમને પૂર્વ ટેસ્ટ ખેલાડી પ્રવિણ આમરે પાસેથી શીખી છે.

P.R
ક્રિકેટના શોખીન છે અજીતપાલ

ફિલ્મના નિર્દેશક અજીતપાલ મંગત બાળપણથી જ ક્રિકેટના શોખીન છે. ઘણી જાહેરાત ફિલ્મ બનાવી ચૂકેલા અજીતપાલનુ માનવુ છે કે ફિલ્મ અને ક્રિકેટ દરેક ભારતીયને પસંદ છે, તેથી તેમણે બંનેને ભેગા કરીને ફિલ્મ બનાવી છે. અજીતપાલ એવા નાયકને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતા જેની કોઈ ઓળખ ન હોય. તેથી તેમણે હરમનને પસંદ કર્યો. અજીતપાલના મુજબ જ્યારે તેમણે ઓસ્ટ્રેલિયાના જાણીતા ઝડપી બોલર બ્રેટ લી ને ફિલ્મની પટકથા સંભળાવી તો તેઓ તરતજ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ ગયા અને તેમણે કહ્યુ કે ક્રિકેટ પર આધારિત આવી ફિલ્મ સ્ક્રિપ્ટ તેમણે પહેલા કદી નહોતી સાંભળી. અજીતપાલને પૂરો વિશ્વાસ છે કે ફિલ્મ દર્શકોને પસંદ આવશે.