લવ આજ કલ

લવ આજ
લંડન, સેન ફ્રાંસ્સિકો, દિલ્લી -2009

લંડનમાં રહેનારા જય અને મીરા વર્તમાન સમયના પ્રેમી છે. બંને ખૂબ જ ખુશ છે. પરંતુ લગ્ન જેવી પરંપરામાં તેઓ વિશ્વાસ નથી કરતા. જયરે જીંદગી બંનેને જુદા જુદા રસ્તે લઈ જાય છે, તો તેઓ ખુશીથી એ તરફ જવાનુ પસંદ કરે છે. 'યે હીર-રાંઝા, રોમિયો-જુલિએટ, જનમ-જનમ કા સાથ ટાઈપ કપલ સિર્ફ કહાનીઓ કી કિતાબને હોતે હૈ - જય કહે છે. અસલ જીંદગીમાં પ્રેકટીકલ થવુ પડે છે.

IFM
લવ કલ
દિલ્લી. કલકત્તા - 1965

વીરસિંહ જ્યારે પહેલીવાર હરલીનને જુએ છે તો બધુ ભૂલી જાય છે. ઝાડ નીચે ઉભા રહીને એ સોગંધ લે છે કે 'ઈસ જનમમે ઔર હર જનમમે હરલીન કૌર મેરી વહુટી બનેગી' હજારો કિલોમીટરનની યાત્રા ખેડી એ તેની બાલકની નીચે ઉભો રહે છે, જેથી તેના ચહેરાની એક ઝલક જોઈ શકે.

IFM
લવ આજકલ

વીર સમજી નથી શકતો કે જય દિલની બાબતને આટલી હળવાશથી કેવી રીતે લે છે. તેને માટે પ્રેમ રોજના કામ જેવુ છે. જયને સમજાતુ નથી કે પોતાના જવાનીના દિવસોમાં વીર હરલીન પાછળ આટલો પાગલ કેમ હતો ? વાર્તા આગળ વધે છે સંબંધો ભલે જુદા જુદા સમયના હોય, પરંતુ પ્રેમમાં પડવાનો અહેસાસ તો એક જેવો છે.

નિર્માતા - સેફ અલી ખાન, દિનેશ વિજાન
નિર્દેશક - ઈમ્તિયાઝ અલી
ગીતકાર - ઈરશાદ કામિલ
સંગીતકાર - પ્રીતમ ચક્રવર્તી
કલાકાર - સેફ અલી, દીપિક પાદુકોણ, નીતૂ સિંહ, ઋષિ કપૂર, રાહુલ ખન્ના, વીર દાસ.