રૂ-બ-રૂ

P.R
બેનર : પરસેપ્ટ પિક્ચર કંપની
નિર્દેશક : અર્જુન બાલી
સંગીત : સત્યદેવ બર્મન, સમીરુદ્દીન
કલાકાર : રણદ્વીપ હુડ્ડા, શહાના ગોસ્વામી, રતિ અગ્નિહોત્રી, કુલભૂષણ ખરબંદા, જયંત કૃપલાની

પસસેપ્ટ પિક્ચર કંપનીની ફિલ્મ રૂ-બ-રૂ એક રોમાંટિક થ્રિલર છે, જેને શહાના ગોસ્વામીની સાથે રણદ્વીપ હુડ્ડા રોમાંસ કરતા જોવા મળશે. શહાનાનો અભિનય તાજેતરમાં જ રજૂ થયેલ ફિલ્મ 'રોક ઓન'માં ખૂબ જ વખણાયો. 'રોક ઓન'માં તેમણે અર્જુન રામપાલની પત્નીની ભૂમિકા ભજવી છે. 'રૂ-બ-રૂ' નુ નિર્દેશન પ્રખ્યાત એડ ફિલ્મ મેકર અર્જુન બાલીએ કર્યુ છે. અર્જુન દ્વારા નિર્દેશિત આ પહેલી ફિલ્મ છે.

'રૂ-બ-રૂ' વાર્તા છે આજના બે મહત્વાકાંક્ષી લોકોની જે પોતાનુ નસીબ પ્રેમમાં શોધી રહ્યા છે. તારા (શહાના ગોસ્વામી) અને નિખિલ (રણદ્વીપ હુડ્ડા) એક બીજાને ખૂબ જ પસંદ કરે છે. તારા પોતાના સંબંધોને મજબૂતી આપવા નિખિલ સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ નિખિલની પાસે સમય નથી. તે હંમેશા પોતાના કામમાં જ વ્યસ્ત રહે છે અને તારા સાથે પોતાનો જેવો સંબંધ છે તેનામાં જ ખુશ છે.

P.R
આ સબંધોમાં સમસ્યા ત્યારે આવે છે જ્યારે નિખિલ નાની-નાની વાતો પણ ભૂલવા માંડે છે, જે કોઈ પણ સંબંધોની મજબૂતી માટે જરૂરી હોય છે. તે તારાની સાથે-સાથે પોતાના પરિવાર અને મિત્રોને પણ વધુ મહત્વ આપતો નથી.

છેવટે એ દિવસ આવી જ જાય છે જેની બીક હતી. તારા હવે વધુ સહન નથી કરી શકતી. તે બધુ પોતાના હાથમાં લઈ લે છે, પરંતુ ત્યારે જ એક જાદુઈ શક્તિ, રહસ્યમયી શક્તિ વચ્ચે આવી જાય છે અને વાર્તામાં એક નવો વાળાંક લાવે છે.

આગળ શુ થાય છે જાણવા માટે જુઓ... 'રૂ-બ-રૂ'.