પટિયાલા હાઉસ : સપનુ કે પરિવાર !

P.R

બેનર : હરિ ઓમ ઈંટરનેશનલ કં, ટી-સીરિઝ, પીપલ ટ્રી ફિલ્મ્સ પ્રા. લિ.
નિર્માતા : ભૂષણ કુમાર, મુકેશ તલરેજા, કિશન કુમાર, ટ્વિંકલ ખન્ના જોએબ સ્પિંગવાલા.
નિર્દેશક : નિખિલ અડવાણી
સંગીત : શંકર-એહસાન-લોય
કલાકાર : અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, ઋષિ કપૂર, ડિમ્પલ કાપડિયા, પ્રેમ ચોપડા, ટીનૂ આનંદ.
રિલીઝ ડેટ : 11 ફેબ્રુઆરી 2011.

પટિયાલા હાઉસ એક એવા પરિવારની વાર્તા છે જે ચાર પેઢીઓથી સાઉથહોલ લંડનમાં રહી રહ્યો છે. આ પરિવારના મુખિયા છે બાબૂજી (ઋષિ કપૂર) જેમના કેટલાક નિયમ-કાયદા છે, જેનુ પાલન કરવુ પરિવારના દરેક સભ્ય માટે અનિવાર્ય છે, ભલે પછી તમે સહેમત હોય કે ન હોય. ગોરાઓના દેશમાં પણ બાબૂજીનો પરિવાર ભારતીય સંસ્કૃતિથી ઓતપ્રોત જોવા મળે છે.

બાબૂજીને બ્રિટિશ અને તેની દરેક વસ્તુથી નફરત છે. જેનુ કારણ 20 વર્ષ પહેલા બનેલી એક ઘટના, જેમા એક વરિષ્ઠ નેતા અને વકીલ મિ. સૈનીની હત્યા કરી દેવામાં આવી હતી. સૈનીને બાબૂજી પોતાનો આદર્શ માનતા હતા. આ ઘટના પછી તેઓ બ્રિટેનથી ચિઢવા લાગ્યા.

બાબૂજીના પરિવારની નવી પેઢી પોતાના સપનાને પૂરી કરવા માંગે છે, પરંતુ બાબૂજી પ્રત્યે પ્રેમ અને સન્માન માટે તેમને પોતાના સપનાઓ બાજુ પર મુકવા પડે છે. પરઘટ સિંહ ઉર્ફ ગટ્ટૂ (અક્ષય કુમાર ) એક ઉભરતો ઝડપી બોલ્રર હતો, જે ઈગ્લેંડ તરફથી ક્રિકેટ રમવા માંગતો હતો, પરંતુ બાબુજીના નિયમોના પુસ્તકમાં આ માટે કોઈ સ્થાન નથી.

P.R

ગટ્ટૂના સપનુ તૂટી ગયુ છે, અને એ છેલ્લા 17 વર્ષોથી કોર્નર સ્ટોર પર કામ કરી રહ્યો છે. પરંતુ જીંદગી તેને બીજીવાર એક વધુ તક આપે છે. જેને તે ગુમાવવા નથી માંગતો. એક વિચિત્ર મુંઝવણમાં તે પડી જાય છે. સપના જરૂરી છે કે પરિવાર ? આ પ્રશ્નનો જવાબ તેને સહેલાઈથી નથી મળતો.

નિર્દેશક વિશે : નિખિલ અડવાણીને પ્રથમ જ ફિલ્મ 'કલ હો ના હો'(2003)માં શાહરૂખ, સેફ અને પ્રીતિ ઝિંટા જેવા કલાકારોને નિર્દેશિત કરવાની તક મળી. ફિલ્મ હિટ ગઈ અને એવુ માનવામાં આવ્યુ કે એક સારો નિર્માતા બોલીવુડને મળ્યો છે. પરંતુ 'કલ હો ના હો' પછી નિખિલ ઝડપથી નીચે ઉતરવા માંડ્યા.

'સલામ-યે-ઈશ્ક'(2007) અને 'ચાંદની ચોક ટૂ ચાઈના'(2009)ન ફક્ત અસફળ રહી પરંતુ ખરાબ ફિલ્મો પણ હતી. અ ફિલ્મોમાં ઘણા સ્ટાર્સ હતા, પરંતુ નિષ્ફળતા માટે નિખિલને જ જવાદાર સમજવામાં આવ્યા. અક્ષય કુમારે એકવાર ફરી નિખિલ પર વિશ્વાસ કર્યો અને 'પટિયાલા હાઉસ'માં કામ કરવા માટે તૈયાર થઈ ગયા. આ સમયે સફળ ફિલ્મોની જરૂર બંનેને છે.

વેબદુનિયા પર વાંચો