ન્યૂયોર્ક

નિર્માતા : આદિત્ય ચોપડ
નિર્દેશક : કબીર ખાન
વાર્તા : આદિત્ય ચોપડ
પટકથા-સંવાદ-ગીત : સંદીપ શ્રીવાસ્ત
સંગીત : પ્રીત
કલાકાર : જોન અબ્રાહમ, કેટરીના કેફ, નીલ નિતિન મુકેશ,ઈરફાન

નિર્દેશક કબીર ખાને પોતાની છેલ્લી ફિલ્મ 'કાબુલ એક્સપ્રેસ'ને અફગાનિસ્તાનમાં ફિલ્માવી હતી. આ વખતે તેમણે પોતાની ફિલ્મ 'ન્યૂયોર્ક' માટે સુંદર શહેર ન્યૂયોર્કને પસંદ કર્યુ છે.

'ન્યૂયોર્ક'ની વાર્તા ત્રણ મિત્રોની આસપાસ ફરે છે, જેની પુષ્ઠભૂમિમાં દુનિયાના મુખ્ય શહેરોમાંથી એક ન્યૂયોર્ક છે. ઉમર (નીલ નીતિન મુકેશ) જીંદગીમાં પહેલીવાર વિદેશ જાય છે. ન્યૂયોર્કને એ પોતાના મિત્રો સેમ(જોન અબ્રાહમ) અને માયા(કેટરીના કેફ)ની સાથે જુએ છે.

IFM
મોજ-મસ્તી કરી રહેલા ત્રણે મિત્રોની દુનિયા અચાનક એક દિવસ બદલાઈ જાય છે. એક એવી ઘટના બને છે જે બીજાને માટે માત્ર એક છાપાની હેડલાઈન ક હ્હે, પરંતુ તેમની જીંદગીમાં કાયમ માટે ફેરફાર લાવે છે.

એફબીઆઈ અંડરકવર એજંટ (ઈરફાન)ને કારણે ઉમર, માયા અને સૈમની જીંદગીમાં સંકટ અને રોમાંચક વળાંક આવતા રહે છે.

પાત્ર પરિચય

સમીર (જોન અબ્રાહમ) સમીર ઉર્ફ સેમને તેના યુનિવર્સિટી મિત્ર 'સ્ટાર ઓફ કેમ્પસ' કહે છે. એથલેંટિક અને હૈડસમ હોવાને કારણે તેઓ ન્યૂયોર્ક યુનિવર્સિટીના સૌથી લોકપ્રિય બોય છે.

માયા (કેટરીના કેફ) માયા ભારતીય છોકરી છે, જેનો ઉછેર ન્યૂયોર્કમાં થયો છે. એ સૈમની સાથે જ ભણે છે. પોતાના સરળ અને હસમુખ વ્યવ્હારને કારણે બધા તેને પસંદ કરે છે.

IFM
ઉમર(નીલ નિતિન મુકેશ)
દિલ્લીના લાજપત નગરમાં રહેનારા ઉમર એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલા છે. આ હોશિયાર વિદ્યાર્થીને ન્યૂયોર્કમાં શિક્ષણ લેવાની સ્કોલરશિપ મળે છે.

રોશન (ઈરફાન)
એફબીઆઈ અંડરકવર એજંટ રોશન દરેક અમેરિકનની સ્વતંત્રતાની રક્ષા કરવા માટે કટિબધ્ધ છે, જેને માટે એ કોઈપણ હદ ઓળંગી શકે છે.