રાઉડી રાઠોર સુપરહિટ તેલુગુ ફિલ્મ વિક્રમાકુડુની હિન્દી રિમેક છે. આ ફિલ્મને તમિલમાં સિસ્થાઈ, કન્નડમાં વીરા માદાકારી અને બંગાળીમાં વિક્રમ સિંહ ધ લોયન ઈઝ બેક નામથી બનાવવામાં આવી છે. રાઉડી રાઠોર દ્વારા અક્ષય કુમાર લાંબા સમય પછી એક્શન કરતા જોવા મળશે.
P.R
રાઉડી રાઠોરની વાર્તા છે શિવ (અક્ષય કુમાર)ની જે એક ચોર છે. આ ચોરનો સ્ત્રીઓ પર સારો એવો જાદૂ ચાલે છે અને તે આની દિવાની થઈ જાય છે. પ્રિયા (સોનાક્ષી સિન્હા) સાથે શિવની મુલાકાત એક એવા લગ્નમાં થાય છે જ્યા તેને બોલાવવામાં નથી આવ્યો. અહી તે પ્રિયા પાછળ પાગલ થઈ જાય છે.
શિવની લાઈફમાં સમસ્યા ત્યારે આવે છે જ્યારે છ વર્ષની નેહા વગર કારણે તેને પિતા સમજવા લાગે છે. શિવ આ રહસ્ય જાણવાની કોશિશ કરે છે કે નેહા તેને પોતાના પિતા કેમ સમજે છે. નેહાનો પ્રેમ અને તેના પ્રત્યેની જવાબદારી શિવને એક સારો માણસ બનાવી દે છે.
P.R
નેહાના ભૂતકાળ સાથે પરિચિત થવા ઉપરાંત બિહારમાં આવેલ નાના શહેરના લોકોને ત્યાંના એમએલએ અને ગૂંડાઓ વિરુદ્ધ લડવા માટે મસીહા બની જાય છે.
નિર્દેશક વિશે :
પ્રભુદેવાને શ્રેષ્ઠ ડાંસર માનવામાં આવે છે અને તેના કેટલાક કમાલના ડાંસ આપણે ફિલ્મોમાં જોઈ ચૂક્યા છે. કોરિયોગ્રાફી અને અભિનય પછી તેઓ નિર્દેશનના મેદાનમાં ઉતર્યા. તેમણે તમિલ અને તેલુગુમાં ઘણી ફિલ્મો બનાવી. હિન્દીમાં સલમાન ખાનને લઈને તેણે વોંટેડ(2009) નામની મસાલા ફિલ્મ બનવી જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. રાઉડી રાઠોર તેમની બીજી હિન્દી ફિલ્મ છે, જે એક્શનથી ભરપૂર છે.