નવી ફિલ્મ : કહાની

સોમવાર, 30 જાન્યુઆરી 2012 (16:27 IST)
બેનર : પેન ઈંડિયા પ્રા.લિ. વાયકોમ 18 મોશન પિક્ચર્સ બ્રાઉંડસ્ક્રિપ્ટ મોશન પિક્ચર્સ પ્રા. લિ.
નિર્માતા : સુજોય ઘોષ, કુશલ ગાંડા
નિર્દેશક : સુજોય ઘોષ
સંગીત : વિશાલ-શેખર
કલાકાર : વિદ્યા બાલન, પરમબત ચટ્ટોપાધ્યાય, નવાજુદ્દીન સિદ્દકી
P.R

કલકત્તા શહેર અને બંગાળી સંસ્કૃતિ સાથે વિદ્યાને ખૂબ પ્રેમ છે. ફિલ્મ 'કહાની' દ્વારા તેણે આ શહેરમાં શૂટિંગ કરવાની તક મળી. 'કહાની'ની વાર્તામાં કલકત્તાને નિકટથી બતાવવામાં આવ્યુ છે.

વિદ્યા બાગચી દૂર લંડનથી કલકત્તા આવે છે. તે પ્રેગનેંટ છે. ઉત્સવપ્રિય આ શહેરમાં તે એકલી અને ઉદાસ છે. કલકત્તા તે પોતાના પતિને શોધવા અવી છે. તેના પતિને શોધવાના બધા રસ્તા એક એક કરીને તૂટી જાય છે અને તે પોતાની જાતને એવા રસ્તા પર જુએ છે જ્યાથી આગળ જવા માટે તેની પાસે કોઈ રસ્તો નથી બચતો.

બધા તેને એ વિશ્વાસ અપાવવાની કોશિશ કરે છે કે જે પતિને તે શોધી રહી છે તેનુ કોઈ અસ્તિત્વ જ નથી. ધીરે ધીરે તેને અહેસાસ થાય છે કે એવુ હકીકતમાં કશુ જ નથી. વિદ્યા પોતાની જીંદગીને મુશ્કેલીમાં મુકીને પોતાના અને પોતાના જન્મ લેનારા બાળક માટે હકીકત પરથી પડદો ઉઠાવવાનું નક્કી કરે છે.

નિર્દેશક વિશે :

2003માં ઝંકાર બીટ્સ કરીને એક ફિલ્મ આવી હતી, જેને પ્રશંસા અને સફળતા બંને મળી. તેને મલ્ટીપ્લેક્સ ફિલ્મ કહેવામાં આવી, કારણ કે મોટા શહેરોના મલ્ટીપ્લેક્સમાં તે ખૂબ ચાલી. આ ફિલ્મને નિર્દેશિત કરી હતી સુજોય ઘોષે. સુજોયમાં સમીક્ષકોને અપાર શક્યતાઓ જોવા મળી, પરંતુ તેમની બીજી ફિલ્મ 'હોમ ડિલીવરી(2005)એ બધાને નિરાશ કર્યા ત્યાર બાદ સુજોયએ મોંઘા બજેટની ફિલ્મ 'અલાદીન'(2009)બનાવી. અમિતાભ બચ્ચન, સંજય દત્ત જેવા કલાકાર પણ તે ફિલ્મને સફળ ન બનાવી શક્યા. આ વાતને નકારી નથી શકાતી કે સુજૉય પ્રતિભાશાળી છે. કદાચ આ વાત 'કહાની' સાબિત કરી શકશે.

વેબદુનિયા પર વાંચો