શહેરી અને ગ્રામીણ ભારતમાં ટીનએજ પ્રેગનેંસી વધતી જઈ રહી છે. આ વાતને આધાર બનાવી 'તેરે સંગ' ફિલ્મની વાર્તા લખવામાં આવી છે.
માહી દિલ્લીમાં રહેનારી સમૃધ્ધ પરિવારની 15 વર્ષીય છોકરી છે. 'પુરા' પરિવારની આ લાડકી ખૂબ જ વ્હાલી અને સુંદર છે. સમગ્ર પરિવારની આ છોકરી છે, તેથી તેને બધી સુખ-સુવિધાઓ મળી છે.
17 વર્ષીય કબીર નાના શહેરમા રહેનારો છે. તે સમાજના નીચલા વર્ગનો છે. તે અહંકારી, વિદ્રોહી, ઉપેક્ષિત પ્રકારનો છોકરો છે.
IFM
માહી અને કબીરની મુલાકાત થાય છે અને બંને મિત્ર બની જાય છે. માહીને નાનકડુ શહેર અને ત્યાંની જીવનશૈલી પસંદ છે તો કબીરને મહાનગરીય જીવન વધુ પસંદ છે.
નવ વર્ષની પૂર્વ સંધ્યા પર તેઓ એક શિવિર યાત્રાનો ભાગ બને છે. અહી બંને તમામ હદ પાર કરી જાય છે અને માહી ગર્ભવતી થઈ જાય છે. ત્યારબાદ માહી અને કબીરન જીંદગી સાથે કેવુ લડવુ પડે છે, એ બતાવવામાં આવ્યુ છે.