બીવી નં 1, કુલી નં 1, હીરો નં 1 જેવી ફિલ્મ બનાવનારા નિર્માતા વાસુ ભગનાની 'કલ કિસને દેખા' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા વાસુ પોતાના પુત્ર જૈકી ભગનાનીને લોંચ કરી રહ્યા છે. વૈશાલી દેસાઈ 'કલ કિસને દેખા' ની નાયિકા છે, જે મનમોહન દેસાઈની સંબંધી છે.
પોતાના પુત્રનુ આકર્ષણ વધારવા વાસુએ બોલીવુડમાં સ્ટાર્સની સાથે પોતાના સંબંધોનો ફાયદો ઉઠાવ્યો છે. શાહરૂખ, અભિષેક, સંજય દત્ત, જૂહી ચાવલા જેવા કલાકાર આ ફિલ્મમાં નાનકડો રોલ ભજવતા જોવા મળશે.
IFM
ફિલ્મની વાર્તા છે નિહાલસિંહની, જે ચંડીગઢનો રહેનારો છે. જૈકી સીધો સાદો છોકરો છે, જે ઘણુ બોલે છે, પ્રશ્ન પૂછે છે અને કાયમ નવી વસ્તુઓ બનાવતો રહે છે. તેનુ મગજ ઘણુ સારુ છે. તેની માઁ ની ઈચ્છા છે કે તે દેશની સૌથી મોટી વિજ્ઞાન કોલેજમાં ભણે.
છેવટે નિહાલ મુંબઈમાં આવેલી એ કોલેજમાં પ્રવેશ મેળવી લે છે. મુંબઈ અને કોલેજની દુનિયા તેને માટે અનોખી છે. નવા લોકો સાથે મુલાકાત, નવા પડકારો તેને સારા લાગે છે.
કોલેજમાં શરૂઆતમાં તેને કોઈ ગંભીરતાથી નથી લેતુ. સીનિયર તેની રેગિંગ લે છે. જ છોકરીઓને તે પસંદ કરે છે, એ તેનુ અપમાન કરે છે. નિહાલને મીશા સારી લાગે છે, પરંતુ મીશાનું નિહાલ સાથે બિલકુલ બનતુ નથી. મીશા અક્કડ અને ઘમંડી છોકરી છે.
ધીરે ધીરે કોલેજમાં નિહાલની લોકપ્રિયતા વધવા માંડે છે. પોતાના સ્માર્ટ મગજથી એ પ્રોફેસર્સનો લાડકવાયો વિદ્યાર્થી બની જાય છે. અને તેના આકર્ષક લુકને કારણે છોકરીઓ તેની તરફ ખેંચાય છે. મીશાને આ બધુ ગમતુ નથી.
એક દિવસ નિહાલને જાણ થાય છે કે મીશાનો જીવ મુશ્કેલીમાં મૂકાયો છે. તે તીની જીંદગી બચાવે છે, પરંતુ તેનુ રહસ્ય ઉઘાડુ પડી જાય છે. ટેલીવિઝન અને સમાચારોમાં એક જ સમાચાર આવતા રહે છે કે - ચંડીગઢનો નિહાલ ભવિષ્ય જોઈ શકે છે.
IFM
મીશાની નફરત પ્રેમમાં બદલાય જાય છે અને બંને વચ્ચે રોમાંસ શરૂ થાય છે. નિહાલને લાગે છે કે તેને બધુ જ મળી ગયુ છે. પરંતુ તેનો આગળનો રસ્તો સરળ નથી.
નિહાલની ભવિષ્ય જોવાની તાકતનો ઉપયોગ કોઈ બીજો પોતાના સ્વાર્થ માટે કરવા માંગે છે. શુ નિહાલ પહેલાથી જ આ જાણી શકશે ? શુ લખ્યુ છે તેના નસીબમાં ? જાણવા માટે જુઓ કલ કિસને દેખા ?