છેવટે મહિનાઓથી અટવાયેલી ફિલ્મ 'આશાએ' રજૂ થવા જઈ રહી છે. ફિલ્મમાં હીરોનો રોલ ભજવી રહેલ જોન અબ્રાહમને આ ફિલ્મ સાથે લાગણી છે અને તેનુ માનવ છે કે આ ફિલ્મ તેમના કેરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે.
P.R
વાર્તા છે રાહુલસિંહ (જોન અબ્રાહમ)નામના ગૈબલરની, જેને ગૈબલિંગ સિવાય કંઈ બીજુ સુઝતુ જ નથી. એક રીતે તેને પોતાનુ નસીબ અજમાવવાનો નશો છે. તેની ગર્લફ્રેંડ નફીસા (સોનલ સહેગલ)ઘણીવાર તેને સમજાવી ચુકી છે કે તેણે મહેનત કરીને પૈસા કમાવવા જોઈએ. ઘણીવાર રાહુલને તે આ લતમાંથી આઝાદ કરાવવાનો પ્રયત્ન કરી ચુકી છે, પરંતુ બધુ નકામુ. પોતાની ગર્લફ્રેંડની મહેનત દ્વારા કમાવેલ રકમને પણ રાહુલ દાવ પર લગાવી દે છે.
કેટલાક નાટકીય ઘટનાક્રમ એવા ઘટે છે કે રાહુલ ભાગ્ય અને જીંદગીના નવા પહેલુઓથી પરિચિત થાય છે. જીંદગીમાં શુ સાચુ છે અને શુ ખોટુ તેની સમજમાં આવી જાય છે. અંધકારમાંથી તે પ્રકાશ તરફ ચાલી નીકળે છે.
'આશાયે'આપણને બતાવે છે કે જીંદગીની ભરપૂર મજા અને આનંદની સાથે જીવવુ જોઈએ.