ક્રિસમસના પરિપ્રેક્ષ્યમાં સદાબહાર ફરનું પ્રતીક ઈસાઈ સંત બોનિફેસ દ્વારા ઈઝાદ કરવામાં આવ્યું હતું. જર્મનીમાં યાત્રાઓ કરતાં તેઓ એક અન્ય ઝાડનીનીચે વિશ્રામ કરી રહ્યાં હતાં જ્યાં ગૈર ખ્રિસ્તી ઈશ્વરની સંતુષ્ટિ માટે બલી આપવામાં આવતી હતી. સંત બેનિફેસે આ વૃક્ષને કાપીને તેની જગ્યાએ ફરનું વૃક્ષ લગાવી દિધું. ત્યાર બાદ ધાર્મિક સંદેશ માટે સંત બોનિફેસ ફરના પ્રતીકનો પ્રયોગ કરતાં હતાં.