શિવરાત્રિની રાત્રે જરૂર ખાવ ભગવાન શિવ પર ચઢાવેલો આ પ્રસાદ, મળશે ધન અને સફળતા..

શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (11:00 IST)
એક એવો ખાદ્ય પદાર્થ જે કોઈ દેવતા પર નથી ચઢાવવામાં આવતો  જેને હિંદુ ધર્મમાં કોઈપણ દેવ-દેવતા પર ચઢાવવો કે ભોજનમાં તેનો ઉપયોગ નિષેધ માનવામાં આવે છે એ છે ગાજર. ગાજરને શાસ્ત્રોમાં હાડકાંનુ રૂપ માનવામાં આવ્યુ છે શાસ્ત્રો મુજબ ગાજર ધરતીના નીચે ઉત્પન્ન થાય છે અને તેના પર સૂર્યની કિરણો આવી શકતી નથી.  આ કારણે તેના ખાવા પર જ રોક છે.  પરંતુ એકમાત્ર ભગવાન શંકર જ એવા છે જેના પર ગાજર અવશ્ય  રૂપથી મહાશિવરાત્રિ પર ચઢાવવામાં આવે છે. 
 
શિવરાત્રીના દિવસે સાંજે અથવા આખી રાત બીજા દિવસે સવાર થતા સુધીના સમયે ગાજર શિવલિંગ પર ચઢાવીને બાકીની ગાજર પ્રસદના રૂપમાં હલવો, ખીર અથવા સલાદના રૂપમાં ખાવાથી રક્ત જનિત સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિના ભાગ્ય અને ધનમાં વધારો થાય છે. જેમનુ આજે વ્રત છે તે આ ગાજરને આવતીકાલે ખાઈ શકે છે.  
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગાજર પર મંગળનુ અધિપત્ય હોય છે. કાલપુરૂષ સિદ્ધાંત મુજબ મંગળ દક્ષિણ દિશાને સંબોધિત કરે છે અને કુંડળીનુ દસમું ઘર તેનુ પાક્કુ ઘર માનવામાં આવ્યુ છે. કુંડળીનુ દસમા ઘર વ્યક્તિના કેરિયર અને પ્રોફેશનને સંબોધિત કરે છે. ગાજર ખાવાથી વ્યક્તિના કેરિયરમાં નિખાર આવે છે. આ કારણેથી જ વ્યક્તિનુ ધન અને આર્થિક ક્ષેત્ર પ્રબળ થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર