Mantra- મહાશિવરાત્રી પર માત્ર આ એક મંત્રથી થશે સ્વાસ્થ્ય લાભ

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2023 (17:53 IST)
Maha Mrityunjaya Mantra મહામૃત્યુંજય જપ કરવો તે ખુબ જ ફળદાયી છે. પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આનો સંપુર્ણ લાભ મળી શકે છે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા નથી રહેતી.
 
મહામૃત્યુંજય મંત્રના ફાયદા
 
ૐ ત્રયમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।
 
મહામૃત્યુંજય મંત્રના ફાયદા
મહામૃત્યુંજયનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે.
સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.
દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરવામાં આવે અને આ દૂધને પી જવામાં આવે તો યૌવનની સુરક્ષામાં પણ મદદ મળે છે. 
સાથે સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તેથી આ મંત્રનો યોગ્ય જાપ કરવો. નીચે આપેલી સ્થિતિમાં આ મંત્રનો જાપ કરી શકાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર