બિલપત્ર અને જળથી શિવજીના માથામાં શીતળતા રહે છે અને તેમને શાંતિ મળે છે. આથી બિલપત્ર અને જળથી પૂજા કરતા શિવજી પ્રસન્ન થાય છે. શિવરાત્રિની કથામાં એક પ્રસંગ છે કે શિવરાત્રિની રાતે એક ભીલ માણસ ઘરે નહી જઈ શક્યો તેણે રાત બિલના ઝાડ પર પસાર કરવી પડી. ઉંઘ આવી તે ઝાડ પરથી પડી ના જાય તે માટે બિલના પાંદડા તોડીને નીચે ફેંકવા લાગ્યો.તેના નસીબજોગે એ ઝાડ નીચે એક શિવલિંગ હતુ . બિલના પાંદડા શિવજી પર પડતા શિવજી પ્રસન્ન થયાં અને તે ભીલ સામે પ્રગટ થયા અને તેને અને તેના પરિવારને મુક્તિનું વરદાન આપ્યુ.