નાગપંચમીનો તહેવાર શ્રાવણ મહિનના શુક્લ પક્ષની પાંચમના રોજ ઉજવાય છે. આ વખતે નાગ પંચમીનો તહેવાર 9 ઓગસ્ટ 2024ના રોજ શુકવારે ઉજવાશે નાગ પંચમી એક એવો તહેવાર છે જે દિવસે કુંડલીના બધા સર્પ દોષ અને કાલ સર્પ દોષ દૂર થઈ શકે છે.. તેને લઈને ત્ર્યંબકેશ્વર બદ્રીનાથ ધામ ત્રિજુગી નારાયણ મંદિર કેદારનાથ, ત્રીનાગેશ્વરમ વાસુકિ નાગ મંદિર તંજૌર, સંગમ તટ પ્રયાગરાજ અને સિદ્ધવટ ઉજ્જૈનમાં વિશેષ પૂજા અનુષ્ઠાન થાય છે. જો તમે આ બધી જગ્યાએ ન જઈ શકતા હોય તો અજમાવો આ 5 અચૂક ઉપાય.
1. ચાંદીના નાગ નાગિનનુ દાન - ચાંદીના નાગ નાગિનના જોડીકે મોટી દોરડીમાં સાત ગાંઠ લગાવીને તેને સર્પ રૂપમાં બનાવી લો. પછી તેને એક આસન પર સ્થાપિત કરીને તેના પર કાચુ દૂધ બતાશા અને ફૂલ અર્પિત કરો. પછીએ ગુગળની ધૂપ આપો. આ દરમિયાન રાહુ અને કેતુના મંત્ર વાંચો. ત્યારબાદ ભગવાન શિવનુ ધ્યાન કરતા એક એક કરીને દોરડીની ગાંઠ ખોલતા જાવ. પછી જ્યારે પણ સમય મળે દોરડીને વહેતા જળમાં પધરાવી દો.તેનાથી કાલસર્પ દોષ દૂર થઈ જશે.
2. ગળામાં સ્વસ્તિક પહેરોઃ બે ચાંદીના નાગ સાથે સ્વસ્તિક બનાવો. હવે આ બંને સાપને એક થાળીમાં મુકીને પૂજા કરો અને બીજી થાળીમાં સ્વસ્તિક મૂકીને તેની અલગ પૂજા કરો. સાપને કાચું દૂધ ચઢાવો અને સ્વસ્તિક પર બેલપત્ર ચઢાવો. ત્યારબાદ બંને થાળીઓ સામે મુકો અને 'ઓમ નાગેન્દ્રહરાય નમઃ' નો જાપ કરો. આ પછી, ત્યારબાદ તે સાંપને લઈ જઈને શિવલિંગ પર ચઢાવો અને ગળામાં સ્વસ્તિક પહેરી લો. આમ કરવાથી કાલસર્પ દોષ અને સાપનો ભય દૂર થાય છે.
3. શ્રી સર્પ સૂક્ત નો પાઠ - જે જાતકની કુંડળીમાં કાલસર્પ યોગ, પિતૃદોષ હોય છે તેનુ જીવન અત્યંત કષ્ટદાયક હોય છે. તેનુ જીવન પીડાથી ભરાય જાય છે. તેને અનેક પ્રકારની પરેશાનીઓ ઉઠાવવી પડે છે. આ યોગથી જાતક મનમાં ને મનમા ઘૂંટાતો રહે છે. આવામા જાતકે નાગપંચમીના દિવસે શ્રીસર્પ સૂક્તનો પાઠ કરવો જોઈએ.
4. દરવાજા પર સાપઃ નાગપંચમીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના છાણ, ગેરુ અથવા માટીથી સાપનો આકાર બનાવી તેની વિધિવત પૂજા કરો. આનાથી આર્થિક લાભ તો થશે જ, સાથે જ કાલસર્પ દોષને કારણે ઘરમાં આવનારી આફતોથી પણ બચાવ થશે. આ સાથે સાપથી રક્ષણ માટે ઘરની બહારની દિવાલો પર 'આસ્તિક મુની કી દુહાઈ' વાક્ય પણ લખવામાં આવે છે છે. એવું માનવામાં આવે છે કે ઘરની દિવાલ પર આ વાક્ય લખવાથી સાપને ઘરમાં પ્રવેશતા અટકાવી શકાય છે અને સાપનો દોષ લાગતો નથી.