19 વર્ષીય વિદ્યાર્થીનીનું અપહરણ બાદ દુષ્કર્મ, પરિવારજનોએ પણ કરી મદદ

શુક્રવાર, 29 નવેમ્બર 2019 (13:03 IST)
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના એક ગામમાં યુવતીઓની અપહરણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપાડામાં અવર નવાર આ પ્રકારની ફરિયાદો પોલીસે ચોપડે નોંધાતી હોય છે. ડેડીયાપાડાના એક નજીકના ગામમાં રહેતી ધોરણ 12મા અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું અપહરણ કરી યુવકે ગોંધી રાખી હતી અને ત્યારબાદ અવારનવાર દુષ્કર્મ આચાર્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ડેડીયાપાડા પોલીસે યુવક અને એના પરિવારજનો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
 
ડેડીયાપડાની એક સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની ગત તારીખ 23 ઓક્ટોબરે પોતાના ઘરેથી સ્કૂલમાં પરીક્ષા આપવા નીકળી હતી હતી. તે દરમિયાન સ્કૂલના દરવાજા પાસેથી પ્રતાપ શનાભાઈ વસાવા નામના યુવાને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક બાઇક ઉપર બેસાડીને ઝરવાણી ગામે લઇ જઇ પોતાના સંબંધીઓના ઘરમાં ગોંધી રાખી યુવતીની મરજી વિરુધ્ધ અવાર નવાર બળાત્કાર કર્યો હતો.
 
જ્યારે યુવકના પરિવારજનો પૈકી ધર્મિઠાબેન શનાભાઈ વસાવા, શનાભાઈ દલાભાઈ વસાવા, દલાભાઈ સોમાભાઈ વસાવા અને અમીતાબેન શૈલેષભાઈ વસાવા પ્રતાપ પાસે ઝરવાણી ગામે આવી તેને તેમ કરવા માટે મદદ કરી હતી. ત્યાર બાદ ત્યાંથી શના વસાવાના ખેતરે આવેલા ઘરે લાવી ગોંધી રાખી ત્યાં પણ પ્રતાપે મરજી વિરુધ્ધ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
 
આ અંગે પીડિત યુવતીએ હવસખોર પ્રતાપ અને તેને મદદ કરનાર એના પરિવારના સભ્યો વિરુદ્ધ ફરીયાદ આપતા પોલીસે અપહરણ, બળાત્કાર સહિતનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર