આપણા શાસ્ત્રોમાં રત્નોને ખૂબ મહત્વપૂર્ણ બતાવ્યા છે. એવુ કહેવાય છે કે રત્ન મોટામાં મોટી પરેશાનીને ખતમ કરી શકે છે. જ્યોતિષિયોનુ કહેવુ છે કે રત્નોને યોગ્ય સમય અને યોગ્ય ગ્રહની યોગ્ય સ્થિતિમાં જ પહેરવો જોઈએ. કોઈપણ રત્નને રાશિ અને જન્મના મહિના મુજબ પહેરવાથી ફાયદો મળે છે. જો કોઈ પણ વ્યક્તિ જ્યોતિષની સલાહ વગર કોઈ રત્ન ધારણ કરે છે તો તેને તે રત્ન ધારણ કરવાનુ ફળ મળતુ નથી. આજે અમે તમારે સામે લાવ્યા છે અમારા જ્યોતિષ અનિરુદ્ધ જોશી ના મુજબ રત્નો વિશે ખાસ માહિતી.. જેમના કહેવા મુજબ કયા મહિનામાં જન્મેલા વ્યક્તિએ કયો રત્ન ધારણ કરવો જોઈએ.
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે જાન્યુઆરીમાં જન્મેલા લોકોએ લાલ મણિ ધારણ કરવો જોઈએ. ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોએ નીલમ રત્ન, માર્ચમાં જન્મેલા લોકેઓ બ્લડ સ્ટોન કે એક્વામેરીન એપ્રિલમાં જન્મેલા લોકોએ હીરો સફેદ પારદર્શક નંગ મે મહિનામાં જન્મેલા લોકોએ પન્ના જૂનમાં જન્મેલા લોકોએ મોતી જુલાઈમાં જન્મેલા લોકોએ માણેક ઓગસ્ટમાં જન્મેલા લોકોએ પોખરાજ કે ટુઅર્મલીન નવેમ્બરમાં જન્મેલા લોકોએ પીળો પુખરાજ કે બદલ સુનૈલા અને ડિસેમ્બરમાં જન્મેલા લોકોએ ફિરોજા કે લાજવર્ત રત્ન ધારણ કરવો જોઈએ
જ્યોતિષ શાસ્ત્રમાં બતાવ્યુ છે કે રૂદ્રાક્ષ 14 પ્રકારના હોય છે. રત્ન ધારન કરતા પહેલા ૐ હ્રી નમહ મંત્રનો જાપ કરવો જોઈએ. જ્યોતિષ મુજબ જો રત્નોને કોઈ ખાસ ધાતુ જેવા કે સોનુ કે ચાંદી સાથે પહેરવામાં આવે તો તે વધુ ફળદાયક રહે છે. રત્નને વિશેષ ધાતુથી બનેલી અંગુઠીમાં ધારણ કરવો જોઈએ. હા પણ કોઈપન નંગ ધારણ કરતી વખતે સમયનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ. રત્નને વિશેષજ્ઞોની સલાહ મુજબ જ પહેરવો જોઈએ. કોઈ વ્યક્તિને કોઈ રત્ન પહેરવાથી ફાયદો થયો છે તો બીજી વ્યક્તિએ દેખાદેખીમાં તે રત્ન ક્યારેય ધારણ ન કરવો જોઈએ. કારણ કે દરેક રાશિ માટે જુદો જુદો રત્ન હોય છે.