વોટિંગના પોઝીટિવ સમાચાર - જ્યારે દુનિયાની સૌથી નાની મહિલા પહોચી વોટ આપવા, સાંભળો મતદાન પછી શુ કહ્યુ ?

શુક્રવાર, 19 એપ્રિલ 2024 (18:34 IST)
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024માં પહેલા ચરણનુ મતદાન ચાલુ છે. આ દરમિયાન દેશના જુદા જુદા ખૂણાથી મતદાન કર્યો છે. આ દરમિયાન દેશના જુદા જુદા ખૂણાથી મતદાન સાથે જોડાયેલ સમાચાર આવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાગપુરમાં દુનિયાની સૌથી નાની મહિલા (જે જીવતી છે) જ્યોતિ આમગેએ મતદાન કર્યુ. તે પોતાના સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા માટે પોલિંગ બૂથ પહોચી હતી. મતદાન પછી તેણે દેશના બધા લોકોને વોટ કરવાની અપીલ કરી. 

 
દુનિયાની સૌથી નાની મહિલાએ દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં મતદાન દ્વારા પોતાનુ યોગદાન આપ્યુ. મતદાન કેન્દ્રમાં તે ચર્ચાનો વિષય રહી અને હવે સોશિયલ મીડિયામાં તેના વખાણ થઈ રહ્યા છે. 
 
 મતદાન પછી શુ કહ્યુ ?
વોટ નાખ્યા બાદ તેણે કહ્યુ મને ખૂબ સારુ લાગી રહ્યુ છે કે મે આજે વોટ નાખ્યો છે. હુ બધાને એ જ કહેવા આવી છુ કે આ અમારુ કર્તવ્ય છે. આપણે આ દેશના નાગરિક છીએ તો આપણે વોટ નાખવો જોઈએ. આ આપણો હક છે. હુ બધાને અપીલ કરુ છુ કે મે વોટ આપ્યો છે. મારા માતા-પિતાએ આપ્યો છે તો વધુમાં વધુ સંખ્યામાં વોટ નાખવા આવો. 
 
21 રાજ્યોની 102 સીટ પર થયુ મતદાન 
 
દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે મતદાન સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. જેઓ હજુ પણ કતારમાં છે તેઓ મતદાન કરશે પરંતુ હવે કોઈ નવી લાઈન લાગશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર