વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રૂપાલાની ટિકીટ રદ થવી જોઈએ. રૂપાલા એકમાત્ર ટાર્ગેટ છે. બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપશે તો અમે તેની સાથે અમારી ઈજ્જત પર વાર છે. સમાજ માફ નહીં કરે, અમે 26 બેઠકોમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માગ મૂકી હતી. સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. હાલ રાજકોટ સીટ પૂરતી જ વાત છે. આ બેઠકમાં 90 સંસ્થાના આગેવાનો હાજર છે. માફ કરવામાં નહીં આવે.
ટૂંક સમયમાં રાજકોટમાં મહાસંમેલન યોજાશે. ક્ષત્રિય સમાજના આગેવાન વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રૂપાલાના પૂતળાંનું દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાધાન માન્ય નથી, સમાજ અને આગેવાનો જે કરશે તે મુદ્દો ઉઠાવી ટિકિટ રદ થાય તેવા પ્રયાસો કરીશું. પક્ષ સામે વાંધો નથી, વ્યક્તિ સામે વાંધો છે. રૂપાલાનો જ વિરોધ છે, તેમના વિરોધમાં મતદાન કરાશે. ક્ષત્રિયો તેમની તાકાત બતાવશે. સમગ્ર ગુજરાતમાં 17 ટકા જેટલું ક્ષત્રિય સમાજનું મતદાન છે. રૂપાલાને ઉમેદવાર રાખશો તો પરિણામ બદલવાની અમારી તાકાત છે.પરષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, અંગ્રેજોએ આપણા પર દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો પણ કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો કોઈ વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તો તેમના પર થયા હતા. એ સમયે તેઓ તલવાર આગળ નહોતા ઝૂક્યા.