મેકડોનાલ્ડ્સના સીઈઓને સાથી કર્મચારી સાથે સંબંધ રાખતાં કાઢી મુકાયા
સોમવાર, 4 નવેમ્બર 2019 (11:49 IST)
એક સાથી કર્મચારી સાથે સંબંધ રાખતા મેકડોનાલ્ડ્સના સીઈઓ ઇસ્ટરબ્રૂકને કાઢી મૂકવામાં આવ્યા છે.
અમેરિકાની દિગ્ગજ ફાસ્ટફૂડ કંપનીએ કહ્યું કે બંને વચ્ચેના સંબંધો સંમતિથી હતા પરંતુ ઇસ્ટરબ્રૂકે 'કંપનીની પૉલિસીનો ભંગ કર્યો છે અને યોગ્ય નિર્ણયો' લીધા નથી.
સ્ટાફને મોકલેલા ઈ-મેઇલમાં બ્રિટિશ બિઝનેસમૅને સંબંધોનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું કે આ એક ભૂલ હતી.
તેમણે કહ્યું કે કંપનીનાં મૂલ્યોને જોતાં હું બોર્ડ સાથે સહમત છું અને હવે એ સમય આવી ગયો છે કે તેઓએ આ મામલે આગળ વધવું જોઈએ.
52 વર્ષીય ઇસ્ટરબ્રૂકે પહેલી વાર 1993માં મેકડોનાલ્ડ્સમાં લંડનમાં એક મૅનેજરના રૂપમાં શરૂઆત કરી હતી.
તેઓએ વર્ષ 2011માં પિઝા એક્સપ્રેસ અને પછી એશિયન ફૂડ ચૅનલ વાગામાના બૉસ તરીકે કામ કર્યું હતું.
મેકડોનાલ્ડ્સમાં આવતાં અગાઉ તેઓએ યુકે અને યુરોપમાં પણ કામ કર્યું હતું.
ઇસ્ટરબ્રૂકને વર્ષ 2015માં મેકડોનાલ્ડ્સના મુખ્ય કાર્યકારી તરીકે નિયુક્ત કરાયા હતા.
ઇસ્ટરબ્રૂકને મેનુને આકર્ષક બનાવવા અને રેસ્ટોરાંને પુનર્જિવીત કરવાનું, સ્ટોર રિમૉડલિંગ અને ઉત્તમ સામગ્રીના ઉપયોગનું શ્રેય આપવામાં આવે છે.
તેમના કાર્યકાળ દરમિયાન કંપનીના શૅરની કિંમત બે ગણી વધી ગઈ હતી.
તેમના નેતૃત્વમાં મેકડોનાલ્ડ્સે સુવિધા પર ભાર આપવા અને વિસ્તારને વધારવા માટે ડિજિટલ વિકલ્પને પ્રોત્સાહન આપ્યું હતું.
કંપની તેના શૉપ સ્ટાફને જેટલો પગાર (વળતર) આપે છે, એ કારણે તેની ટીકા થતી રહી છે.
વર્ષ 2018માં ઇસ્ટરબ્રૂક તેમને અપાતા 15.9 મિલિયન ડૉલરના પગાર માટે તપાસનો સામનો કરી ચૂક્યા છે.
તેમનો આ પગાર મધ્યમકક્ષાના એક કામદાર જેને માત્ર 7,153 ડૉલરનો પગાર મળે છે, તેના કરતાં 2124 ગણો હતો.
ફાસ્ટફૂડ બોર્ડે એક સમીક્ષા કર્યા બાદ શુકવારે વાટફૉર્ડમાં જન્મેલા ઇસ્ટરબ્રૂકની હકાલપટ્ટી માટે મત લીધા હતા.
ઇસ્ટરબ્રૂકે મેકડોનાલ્સના અધ્યક્ષ અને બોર્ડના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું.
સોમવારે ઇસ્ટરબ્રૂક અંગે એક વિવરણ બહાર પડાશે, જેની બારીકાઈથી તપાસ કરાશે.
હવે ઇસ્ટરબ્રૂકના સ્થાનેમેકડોનાલ્ડ્સ યુએસએના વર્તમાન અધ્યક્ષ ક્રિસ કેમ્પઝીન્સ્કીને મૂકવામાં આવ્યા છે.
એક નિવેદન આપતાં ક્રિસ કેમ્પઝીન્સ્કીએ તેમના યોગદાન બદલ ઇસ્ટરબ્રૂકનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું, સ્ટીવ મને મેકડોનાલ્ડ્સમાં લાવ્યા હતા અને તેઓ એક ધૈર્યવાન અને મદદરૂપ ગુરુ હતા.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કંપનીની વિરુદ્ધ ઇન્ટેલ કંપનીના બૉસ બ્રાયન ક્રિઝેનિકે એક ઇન્ટેલ કર્મચારી સાથે સહમતીપૂર્ણ સંબંધો રાખ્યા હતા.